fbpx
અમરેલી

જેશીંગપરાના કેબીનધારકો પર ”કીડીને કોસના ડામ” જેવી કાર્યવાહી અટકાવી,. દુકાનો રેગ્યુલરાઈઝ કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવતા ડો. ભરત કાનાબાર

અમરેલીના જેશીંગપરા વિસ્તારમાં આવેલ શિવાજી ચોકમાં લગભગ છેલ્લા ૪૦ વર્ષથી નાનો–મોટો ધંધો કરી પેટીયું રળતાં ધંધાર્થીઓને હાઈકોર્ટે વૈકલ્પિક જગ્યા આપવાનો હુકમ કરેલ. રપ વર્ષની કાનુની લડાઈ પછી પણ આ કેબીન ધારકોને ન્યાય આપવાને બદલે, નગરપાલિકાના અનેક ઠરાવો પછી બંધાયેલ પાકી દુકાનોને તોડી નાખવાની અને તેના પર ”લેન્ડ ગ્રેબીંગ એકટ” લગાડવાની જુલ્મી કાર્યવાહી અમરેલી જીલ્લાના વહીવટીતંત્ર દ્ધારા થઈ છે. જે તંત્રે પોતે, આ કેબીનધારકોને દુકાન બાંધવા જમીન ફાળવવાની દરખાસ્ત ગુજરાત સરકારના મહેસુલ વિભાગને કરી હતી એ જ તંત્રે, ”ચીભડાંના ચોરને ફાંસીની સજા”ની માફક, કેબીનધારકો પર લેન્ડ ગ્રેબીંગ એકટ લગાડેલ છે. હાલ આ મેટર હાઈકોર્ટમાં છે અને તંત્ર દ્ધારા દુકાનો તોડી પાડવાની નોટિસ સામે હાઈકોર્ટે ”સ્ટેટસ કો” આપેલ છે. પરંતુ, તંત્રની આડોડાઈને કારણે દુકાનધારોને દુકાન ખોલવાની છૂટી આપવામાં આવતી નથી અને છેલ્લા દોઢ વર્ષથી ધંધા વગર બેઠેલા ગરીબ દુકાનદારો માટે આ કાર્યવાહીના કારણે ભુખે મરવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

    અગાઉ, ડો. કાનાબારે, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા અને ધારી–બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયા સાથે મળી આ દુકાનોને રેગ્યુલરાઈજ કરવા, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળી રજુઆત કરી હતી. વચ્ચે કોરોનાના બીજા વેવ દરમ્યાન આ બાબત અંગે નવી કોઈ કાર્યવાહી થઈ નહોતી પણ તા.૩૦/૬ ના રોજ, ડો. ભરત કાનાબારે ફરી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી, ગુજરાત સરકારના પરિપત્રોના આધારે, આ દુકાનોને અનધિકૃત દબાણ જેમ તે અંગે સરકારના વિવિધ જી.આર.માં દર્શાવેલ જોગવાઈઓને આધારે તેને રેગ્યુલરાઈઝ કરી આપવા વિનંતી કરી છે.

    ડો. કાનાબારે જણાવ્યું છે કે દુકાનધારકોને થઈ રહેલ આ અન્યાય દુર થવો જોઈએ અન્યથા આ અન્યાય સામે લોકમત જાગૃતિ કરી આંદોલન કરવાની પણ તૈયારી છે. ડો. કાનાબારે મુખ્યમંત્રીશ્રીને લખેલ પત્ર, અક્ષરસ: અહીં આપેલ છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/