fbpx
રાષ્ટ્રીય

રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

ગોટાબાયા રાજપક્ષેએ સિંગાપુર પહોંચ્યા બાદ કાલે પોતાનું રાજીનામુ સોંપી દીધુ અને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિનું પદ ખાલી કરી દીધુ હતું. સંસદ અધ્યક્ષ અભયવર્ધનેએ એએનઆઈને જણાવ્યું- હા રાજીનામુ (રાષ્ટ્રપતિનું) સ્વીકાર કરી લેવામાં આવ્યું છે. કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. સંસદ સભ્યોને આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવા માટે આમંત્રિત કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માલદીવથી ઉડાન ભરનાર રાજપક્ષે ગુરૂવારે સાંજે સઉદિયા એરલાયન્સની ઉડાનમાં સિંગાપુર પહોંચ્યા હતા. શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ શુક્રવારે સંસદના અધ્યક્ષ મહિન્દા યાપા અભયવર્ધને દ્વારા ગોટાબાયા રાજપક્ષેનું રાજીનામુ સ્વીકાર કર્યા બાદ અંતરિમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ડેલીમિરરે પ્રધાનમંત્રીના મીડિયા વિભાગના હવાલાથી જણાવ્યુ કે મુખ્ય ન્યાયાધીશ જયંત જયસૂર્યા સમક્ષ વિક્રમસિંઘેએ અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે.

વિક્રમસિંઘેને ૧૩ જુલાઈએ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા કાર્યવાહક રાષ્ટ્રપતિના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજપક્ષે વિરુદ્ધ દેશમાં શરૂ થયેલા પ્રદર્શન બાદ તેઓ શ્રીલંકા છોડી માલદીવ ભાગી ગયા હતા. મીડિયા સાથે વાત કરતા અભયવર્ધનેએ કહ્યુ કે, ૧૪ જુલાઈથી રાષ્ટ્રપતિએ કાયદાકીય રૂપે પોતાના કર્તવ્યો અને જવાબદારીઓમાંથી રાજીનામુ આપી દીધુ છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિની પસંદગી વિશેષ જાેગવાઈ ૧૯૮૧ના ૨ અને બંધારણના આર્ટિકલ ૪૦ અનુસારની જાેગવાઈ પ્રમાણે કરવામાં આવશે. સ્પીકરે કહ્યું- આ પ્રક્રિયાને સફળતાપૂર્વક અને ઝડપી પૂરી કરવાનો ઈરાદો છે. દક્ષિણ એશિયન ક્ષેત્રમાં સૌથી જૂના લોકતંત્રના રૂપમાં લોકતાંત્રિક પરંપરાઓને પવિત્ર રાખતા, આ પ્રક્રિયાને પારદર્શી અને લોકશાહીની રીતે પૂરી કરવી ન માત્ર શ્રીલંકાના ઈતિહાસમાં પરંતુ દુનિયાના લોકતાંત્રિક ઈતિદાસમાં એક ઉદાહરણ હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/