fbpx
રાષ્ટ્રીય

દુબઈમાં યોજાયેલા લગ્નનો વીડિયો છે વાયરલ, જેમાં દુલ્હનને સોનાની ઈંટોથી ઝોખવમ આવી

ફિલ્મ જાેધા અકબરનો એક સીન તો આપને યાદ જ હશે. જ્યારે અકબર સાથે લગ્ન દરમિયાન મહારાણી જાેધાને સોના-હીરાની જ્વેલરીથી તોલવામાં આવ્યા હતા. કંઈક આવો જ નજારો પાકિસ્તાનના એક લગ્નમાં જાેવા મળ્યો છે. દુબઈમાં યોજાયેલા આ લગ્નનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દુલ્હનને સોનાની ઈંટોથી તોલવામાં આવી છે.

જાે કે આ વાતની પુષ્ટિ થઈ નથી કે, સોનાની આ ઈંટ દહેજમાં આપવામાં આવી છે કે નહીં. જાે કે, ટિ્‌વટ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો સાથે કેપ્સનમાં દાવો કર્યો છે કે, દુલ્હનને તોલવામાં માટે જ્યારે સોનાની ઈંટોનો ઉપયોગ કર્યો , તે અસલી સોનુ નથી. આ કેપ્શનમાં લખ્યું છે કે, દુબઈમાં પાકિસ્તાની લગ્નની ઝલક ઈન્ટરનેટ પર ટ્રેંડ કરી રહી છે. દુલ્હનના વજન બરાબર સોનાથી તોલવામાં આવી હતી. પણ સોનુ અસલી નહોતું. ફિલ્મ જાેધા અકબરનો એક સીનને લગ્નમાં એક્ટ કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વર વધુ સ્ટેજ પર આવે છે.

આ દરમિયાન એત મોટા ત્રાજવામાં દુલ્હન બેસી જાય છે. તો વલી ત્રાજવાના બીજા ભાગમાં સોનાની ઈંટો રાખવામાં આવે છે. દુલ્હનના વજન બરાબર ઈંટો રાખવામાં આવી છે. બાદમાં વરરાજાે તેના પર પોતાની તલવાર રાખે છે. આ વીડિયોને ઈન્ટરનેટ પર વાયરલ થતાં જાેઈને કેટલાય લોકો તેના પર રિએક્શન આપી રહ્યા છે. લોકો આ વીડિયોની ટીકા કરી રહ્યા છે.

એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યું કે, આ એકદમ નિંદનીય છે, સંપૂર્ણપણે ક્લાસલેસ છે. આને જાેઈને એવું લાગે છે જાણે બજારમાંથી ઝોખીને શાકભાજી લાવ્યા હોય. તો વળી અમુક લોકોએ કહ્યું કે, જાે પાકિસ્તાન પાસે આટલું જ સોનું હોય તો, ઘટી રહેલા વિદેશી મુદ્રા ભંડારને ઠીક કરી દેવું જાેઈએ. તો વળી અન્ય એકે લખ્યું કે, તલાકને ચાંદીમાં ઝોખશો કે તાંબામાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/