fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઓગસ્ટ માસની બેઠક યોજાઇ હતી. સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી.

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ અમરેલી જિલ્લામાં ટ્રાફિકને અડચણરુપે પશુઓની સમસ્યા દૂર કરવા માટે આયોજન કરવા તેમજ જરુરી કાર્યવાહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી સર્વે અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓને સૂચના આપી હતી. પશુ માલિકો સાથે મુલાકાત કરી તેમના સંકલન સાથે સમાધાન લાવવા માટે સૂચના આપી હતી.આ ઉપરાંત પશુ ખસીકરણ માટે દરખાસ્ત મળી રહી હોવાથી સરકારી યોજનાઓનો લાભ મેળવતી ગૌ શાળાનો સંપર્ક કરી અને આગામી સમયમાં ત્યાં પશુપાલન વિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી થઈ શકે તે માટે સંકલન અને આયોજન કરવા માટે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિત સંબંધિતશ્રીઓને સૂચના આપી હતી.

અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીના અવેઇટ પેપર્સ, પેન્શન કેસ, નાગરિક અધિકારી પત્રો, માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગતની બાકી રહેતી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી હતી. ખાસ કરીને જિલ્લાના સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ તરફથી મળતા પત્રોના સમયમર્યાદામાં અને યોગ્ય જવાબો આપવા માટે સૂચના આપી હતી.

અમરેલી જિલ્લા તિજોરી કચેરી ખાતે ફરજ બજાવતા અધિક જિલ્લા તિજોરી અધિકારીશ્રી જયેશ ખાચરનું અકાળે અવસાન થતાં જિલ્લા સંક્લન અને ફરિયાદ નિવારણ સમિતિમાં બે મિનિટનું મૌન પાળી શ્રી ખાચરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ બેઠકમાં સાસંદશ્રી ભરતભાઇ સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંઘ, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી દિલિપસિંહ ગોહિલે કર્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/