fbpx
અમરેલી

પ્રતિભા ની પરખ. ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓએ ગોવાની અંદર વર્ક + વેકેશન એવા ખાસ પ્રકારના વર્કેશનની મજા માણી

અમરેલી  ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓએ ગોવાની અંદર વર્ક + વેકેશન એવા ખાસ પ્રકારના વર્કેશનની મજા માણી વેકેશનમાં વિધાર્થીઓએ શાળામાં જ હોસ્ટેલમાં રોકાઈને કામ કર્યું અને સ્કૂલ દ્વારા તેમને પ્લેનની અંદર ગોવાની ટુર આપવામાં આવી  જે સમયે આ વિધાર્થીઓને વેકેશનમાં ઘરે જવાનું હતું અને મજા કરવાની હતી એ સમયે તેઓ શાળા પર જ રોકાયા અને દિવસ રાત મહેનત કરી એ મહેનતની અંદર વિધાર્થીઓ ઘણું બધું શીખ્યા તેમજ સ્કૂલને તેમણે ખૂબ મદદ કરી લગભગ ૧-૨ મહિના જેટલો સમય તેમણે સ્કૂલ પર રહીને નવી નવી વસ્તોઓ જાણી તેમજ નવા વિધાર્થીઓ એડમિશન માટે આવે તો તેમને સ્કૂલ વિઝિટ કરાવવી, હોસ્ટેલ સેટ અપ, લેબ સેટ અપ તેમજ નવા નવા પ્રકારના ઓનલાઇન કોર્સ કર્યા આવા અનેક પ્રકારના કામ એમણે વેકેશન દરમિયાન સ્કૂલ પર રોકાઇને કરેલા હતા.

તેમની આ મહેનતના ફળ સ્વરૂપે પ્રતિભા ની પરખ કરતા સંચાલકો એ સ્કૂલ દ્વારા એમને ગોવાની ટુર પ્લેનની અંદર કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. અને આ ૩ વિધાર્થીઓ પહેલી વાર પ્લેનની અંદર બેઠા અને ગોવાની ટૂરની મજા માણી. વેકેશનની સાથે સાથે તેઓએ ગોવાના બિઝનેસ વિશે કેસ સ્ટડી બનાવી તેમજ ગોવાની અંદર રહેલી મેકર સ્પેસની પણ ખાસ મુલાકાત લીધી. સ્કૂલ દ્વારા લેવામાં આવેલું આ ખાસ પગલું દરેક સંસ્થા માટે પ્રેરણારૂપ છે.કલામ સ્કૂલના વિધાર્થીઓ શુભમ ગજેરા, જલ લાઠીયા તેમજ જોષી વેદાંત જોડાયા હતા તેમજ આ ખાસ વર્કેશનમાં ટિંકરિંગ ઇંડિયાના ફાઉન્ડર ધ્રુવ સૈડવા વિશેષ રીતે જોડાયા હતા. ગોવામાં હિમાંશુ સિંઘ દ્વારા તેમના સ્ટાર્ટઅપ પહિયાં બાયસિકલ દ્વારા તેમને ગોવાના વિશેષ સ્થળ પર સાયકલ રાઈડ કરાવી હતી.આ સમગ્ર ટૂર માટે સહભાગી થનાર NT હોલીડેસ તેમજ નાસીરભાઈ ટાંક તેમજ હાર્દિકભાઈ અને ભાવિકભાઈના ખૂબ ખૂબ આભારી છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/