fbpx
અમરેલી

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી સરગવાની ખેતીમાં શરુઆતથી જ પ્રતિ એકર ૧૦,૦૦૦થી ૫૦,૦૦૦ સુધીનું ઉત્પાદન મળી શકે છે

 રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃતવમાં મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા બાગાયત સહિતની અનેક મૂલ્યવર્ધક ખેતી થઈ શકે છે. અમરેલી જિલ્લાના કેટલાક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી દ્વારા સરગવાની ખેતી કરી અને સકારાત્મક આર્થિક અને ખેતીલક્ષી પરિણામ મેળવ્યા છે. રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી લિખિત પુસ્તક ‘પ્રાકૃતિક ખેતી’માં સરગવાની ખેતી કરવાની પદ્ધતિ અને તેના ફાયદા વિશે માહિતી આપવામાં આવી છે.

  બાગાયતમાં સરગવાની ભૂમિકા મહત્વની છે, સરગવો ઝડપથી વિકસતું વૃક્ષ છે. તેના મૂળ મારફત પર્યાપ્ત માત્રામાં નાઇટ્રોજન પાડોશી ફળદાયી વૃક્ષોને પણ મળે છે. સરગવો એ મુખ્યત્વે ફળવાળા ઝાડને જરુરી છાયો આપે છે અને પવન રોકે છે.

   સરગવાના ફાયદા : સરગવાના લીલા પાન અને સફેદ ફુલોનું શાક બને છે. સરગવાના પાન પાલતુ પશુઓને ખવડાવવામાં આવે છે, જે દુધાળા પ્રાણીઓનું દૂધ વધારે છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનાના સમયગાળામાં સરગવા પર ફુલ આવે છે. એપ્રિલ-મે મહિનામાં તેના પર શીંગ લાગે છે. સરગવાની શીંગ વિટામીનનો ભંડાર છે. ૨.૫ ફૂટ સુધીની લંબાઈ ધરાવતી શીંગમાં માવો હોય છે.  આ પુસ્તકમાં જણાવ્યા મુજબ સરગવાની ખેતીમાં પ્રતિ એકર ૧૦,૦૦૦-૫૦,૦૦૦ સુધીની ઉત્પાદન મૂલ્ય શરુઆતથી મળે છે. એકવાર સરગવો લગાડવાથી ત્રણ થી ચાર વર્ષ સુધી ઉત્પાદન મળે છે. સરગવાના પાંદડા, ડાળીઓ, છાલ અને બીજમાં પણ કૃમિનાશક ગુણ છે.  પાંદડાના રસમાં સુક્ષ્મ જંતુનાશક તેમજ ફુગનાશકનો ગુણ પણ હોય છે. પાણી શુદ્ધ કરવા સરગવાનાં બીજનો પાવડર અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.          સરગવાના બીજનો પાઉડર પાણી શુદ્ધ કરવા માટે ઉપયોગી છે અને નુકશાન રહિત જળશોધક છે.

    સરગવાની અભિવૃદ્ધિ : સરગવાનો છોડ-બીજ વાવીને અથવા વૃક્ષની ડાળી કાપી અને તેને લગાવી તૈયાર કરી શકાય છે. ડાળી ૦૩ ફૂટ લાંબી અને ૦૫ થી ૦૬ સેમી પહોળી હોવી જોઈએ. બીજને ચોક્કસ જગ્યાએ બીજામૃતમાં સંસ્કાર કરીને લગાવો. રોપણી પહેલા ૨૪ કલાક માટે બીજને બીજામૃતમાં પલાળી રાખો. બે હરોળનું અંતર ૧૬ થી ૧૨ ફૂટ રાખવું. આ અંતર ફળઝાડ વૃક્ષ અથવા આંતરપાક ઉપર આધાર રાખે છે.

   સરગવાના વૃક્ષ પર શાખાઓ સતત વધતી જાય છે. જ્યાં સુધી સરગવાનું વૃક્ષ મુખ્ય ફળઝાડની ઉપર ૦૨ ફૂટ સુધી ન પહોંચે ત્યાં સુધી તેની ડાળીઓ તોડતા રહો જ્યારે તે નિશ્ચિત ઊંચાઈએ પહોંચી જાય પછી તેને ઉપર ફેલાવા દો. આ પ્રકારે વૃક્ષ મુખ્ય ફળઝાડને છાંયો આપશે. તોડેલી ડાળીઓનો ઉપયોગ આચ્છાદન માટે થાય છે. આમ, બહુમૂલ્ય ફાયદો ધરાવતો સરગવો પ્રાકૃતિક ખેતી દ્વારા બાગાયતમાં ખૂબ ઉપયોગી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/