fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયેલ પાક નો સર્વે કરી સહાય ચુકવવા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ને પત્ર પાઠવતા ધારાસભ્ય મહેશભાઇ કસવાળા

સાવરકુંડલા તાલુકામાં તાજેતર માં ભારે થી અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે. ગત તા.૧૬-૧૦-૨૦૨૪ના રોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખેતીના પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે, અને લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાયેલી છે. આવા મુશ્કેલી ભર્યા સમય માં  ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાન નો તાત્કાલિક સર્વે કરાવી સરકારના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા મૌખિક રજુઆત કરવામાં આવેલ હોય તેઓની  રજૂઆત અન્વયે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને આર્થિક રીતે, નુકશાન ન થાય તે માટે સાવરકુંડલા તાલુકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે તૈયાર થયેલ પાક ને નુકશાન થયેલ હોય તેનું સર્વે કરાવી નિયમો મુજબ ની આર્થિક સહાય ચુકવવા માટે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા અંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલા એ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ને પત્ર પાઠવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/