fbpx
અમરેલી

108 સેવા કોરોના ની ભયંકર પરિસ્થિતિમાં નવજાત બાળક અને માતા માટે આશીર્વાદ રૂપ


રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ના નેજા હેઠળ સલતી 108 સેવા કોરોના ની ભયંકર પરિસ્થિતિમાં સફળ કામગીરી.

આજ રોજ ધારી લોકેશન નિ 108 ને બપોર ના 3:46 એ એકખાનગી હોસ્પિટલ માંથી પ્રસુતિ નો રીફર કેસ મળેલ. કેસ મળતાજ ઇ.મ.ટી. શિલ્પાબેન ડોડીયા અને પાઇલોટ પ્રવીણભાઈ ખડક ગણતરી નિ મિનિટ મા ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને માતા ની તપાસ કરતા માલુમ પડેલ કે સાતમા મા મહીનેજ પ્રસુતિ નો દુખાવો શરુ થયેલ અને ત્યાર બાદ તરત એમ્બ્યુલન્સ મા લીધેલ.
રસ્તા મા જ પ્રસુતિ નો દુખાવો વધતા 108 માજ પ્રસુતિ કરાવવી પડે એમ હોય પણ બાળક ઉલ્ટુ હતું. 108 ના કોલ સેન્ટર મા બેસતા ડૉક્ટર મેહતા મેડમ ની સલાહ મુજબ ઇ.મ.ટી. શિલ્પાબેન દ્વારા રસ્તા મા જ એમ્બ્યુલન્સ મા પ્રસુતિ કરાવેલ.
સાતમા મા મહિને જ પ્રસુતિ થયેલ હોવાથી બાળકનો જન્મ થયાં બાદ રડતું ના હતું જેથી 108 ના ઇ.મ.ટી. શિલ્પાબેન દ્વારા બાળક ને કૃત્રિમ શ્વાસ તથા CPR આપી પુનઃહ જીવિત કરેલ, પણ માતા ને અધૂરા મહિને પ્રસુતિ થતા ખુબ બ્લીડીંગ થતું હોવાથી શોક મા ગયેલ, જેને જરૂર જણાતા રસ્તા મા જ જરૂરી દવાઓ તથા પોઇન્ટ આપેલ.

આમ ધારી ની 108 દ્વારા ધારી થી અમરેલી સુધી ના 45 કિલોમીટર ના અંતર મા બે જીવો ને નવું જીવન આપવામાં આવેલ અને અમરેલી પહોંચતા માતા અને નવજાત બાળક બંનેની ની તબિયત મા સુધારો આવેલ. આ સમયે માતા ના પરિવાર દ્વારા 108 ની ટીમ નો આભાર માનવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/