fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા ખાતે મહિલા સાંમખ્ય શિક્ષણ વિભાગ અમરેલી દ્વારા સાવરકુંડલા બ્લોક હેલ્થ કચેરી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેનું આયોજન અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ ના સંકલન અધિકારી ઈલાબેન ગોસાઈ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું કાર્યક્રમ માં તાલુકા ના અલગ અલગ 7 ગામોની બહેનો અને કિશોરીઓ સહભાગી બની હતી આ કાર્યક્રમ માં મહિલા સાંમખ્યનો હેતુ તથા પરિચય આપવામાં આવ્યો હતો આ તકે ડો. મયુર પારધી દ્વારા યોગનું મહત્વ સમજાવી કિશોરીઓને અલગ અલગ યોગાસનો કરાવી યોગ કરવાના ફાયદાઓ બતાવવામાં આવ્યા આ ઉપરાંત ડો. કીર્તિબેન દ્વારા કિશોરીઓને કોરોનાની રસીનું મહત્વ સમજાવવામાં આવ્યું સાથે સાથે પોષણ અને આરોગ્ય વિશે સમજ આપવામાં તથા શારીરિક આરોગ્ય સાથે માનસિક સામાજિક અને આધ્યાત્મિક આરોગ્ય વિશે પણ માહિતી આપવામાં આવી હતી આ સાથે આરોગ્યની ટિમ દ્વારા કિશોરીઓને હિમોગ્લોબિન ની પણ તપાસ કરવામાં આવી હતી કાર્યક્રમમાં પોષણ પર વકૃતવ સ્પર્ધા અને સૂર્યનમસ્કાર ની સ્પર્ધાનું આયોજન કરવા આવ્યું જેમાં કિશોરીઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો, કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સાવરકુંડલા ના સી.આર.પી મકવાણા કિરણબેન તેમજ રેણુકા હેતલબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/