fbpx
અમરેલી

અમરેલી અને વડિયાની ગામ પંચાયતોને કિન્‍નાખોરી રાખીને એટીવીટીની ગ્રાન્‍ટ ન ફાળવાઈ

સરકાર દ્વારા દર નાણાંકીય વર્ષમાં એટીવીટી અને આયોજન તળે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિકાસના કામો જેમ કે કોઝવે,સી.સી. રોડ, કમ્‍પાઉન્‍ડ વોલ, પેવર બ્‍લોક, ભૂગર્ભ ગટર, સબમર્સીબલ પંપ વિગેરે પ્રકારના જરૂરિયાત મુજબના કામો માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે. અને સદર ગ્રાન્‍ટ પ્રાંત અધિકારીના અઘ્‍યક્ષસ્‍થાને મળતી મિટીંગોમાં દરેક ગામોને સપ્રમાણ ગ્રાન્‍ટ ફાળવવાની હોય છે. પરંતુ બતઅતના ધોરણો અનુસાર દરેક કલસ્‍ટરમાં વસ્‍તીને ધોરણે સપ્રમાણ ગ્રાન્‍ટની ફાળવણી નિયમોનુસાર કરવાની હોય છે પરંતુ થયેલ નથી અને નિયમોનું ઉલ્‍લંઘન થયાનું ઘ્‍યાનમાં આવેલ છે. અમરેલી તાલુકાના 7ર અને વડિયા તાલુકાના 4પ ગામો વચ્‍ચે બતઅત અને આયોજન અંગેની ગ્રાન્‍ટની ફાળવણી માટે ત્‍વરિત પુનઃ આયોજન કરી તમામ ગામોને સપ્રમાણ ગ્રાન્‍ટની ફાળવણી કરવી કારણ કે, અમરેલી અને વડિયા તાલુકાના ગામોનો સને ર0ર1/રરના વર્ષમાં સમાવેશ કરવામાં આવેલ નથી. જે વ્‍યાજબી જણાતું નથી કારણ કે, જરૂરિયાત મુજબના અતિ આવશ્‍યક કામો દરેક ગામોમાં કરવાના હોય છે. જેથી આ ગામોમાં ગ્રાન્‍ટની ફાળવણી કરવામાં ન આવે તે વ્‍યાજબી નથી જેના કારણે ગામોમાં સરકાર પ્રત્‍યે વયમનસ્‍ય ઉભુ થાય છે.

આથી પ્રાન્‍ત અધિકારી, જિલ્‍લા આયોજન અધિકારીની કક્ષાએ પુનઃ ચકાસણી કરી દરેક કલસ્‍ટરમાં વસ્‍તીના ધોરણે સપ્રમાણ દરેક ગામને ગ્રાન્‍ટની ફાળવણી થાય તેવું આયોજન કરવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ કલેકટરને પત્ર પાઠવીનેમાંગ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/