fbpx
અમરેલી

બગસરા નાગરિક બેન્‍કની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ઘોર પરાજય

બગસરાની પ્રતિષ્ઠિત નાગરિક સહકારી બેન્‍કનાં 1પ ડાયરેકટરની ચૂંટણીનાં પરિણામ બાદ ભાજપનાં આગેવાનોને જબ્‍બરો આંચકો લાગ્‍યો છે. કારણ કે 1પમાંથી 14 ઉમેદવારોનો ઘોર પરાજય થયો છે તો કોંગ્રેસ પ્રેરિત પેનલનાં 14 ઉમેદવારોએ ઐતિહાસિક વિજય       મેળવીને ભાજપને સ્‍તબ્‍ધ કરી દીધો છે.

નાગરિક બેન્‍કનાં 1પ ડાયરેકટરની ચૂંટણી માટે ભાજપ પ્રેરિત સરકાર વિકાસ પેનલ અને કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલ અને 1 અપક્ષ મળી કુલ 31 ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

બેન્‍કનાં 4ર94 મતદારોમાંથી ર116 મતદારોએ ઉત્‍સાહભેર મતદાન કર્યુ હતું અને મોડી રાત સુધી મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રેરિત પેનલનાં એકમાત્ર ઉમેદવાર એ.વી. રીબડીયા જ વિજેતા બન્‍યા હતા જયારેકોંગ્રેસ પ્રેરિત પેનલનાં અરવિંદભાઈ ગણાત્રા, કાન્‍તિભાઈ પટોળીયા, છગનભાઈ હિરાણી, જયંતીભાઈ ખાંદલ, નાગભાઈ ધાધલ, પ્રકાશભાઈ રાણીંગા, ભરતભાઈ ભાલાણા, રઘાભાઈ સુરાણી, રમણીકભાઈ સોજીત્રા, વિકાસભાઈ મોદી, વિઠ્ઠલભાઈ હિરાણી, મહેશભાઈ બોરીચા, પ્રભાબેન માંગરોળીયા અને રસીલાબેન ભેંસાણીયાનો વિજય થયો હતો.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, ભાજપ પ્રેરિત ઉમેદવારોને વિજેતા બનાવવા માટે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ કૌશિક વેકરીયા સહિતનાં આગેવાનોએ દિવસ-રાત એક કર્યા છતાં પણ તેઓનાં ઉમેદવારને વિજેતા બનાવી ન શકયા તે હકીકત છે.

જો કે ભાજપનાં અનેક સ્‍થાનિક આગેવાનોને વિશ્‍વાસમાં લેવામાં ન આવતાં ભાજપને પરાજયનો સામનો કરવો પડી રહૃાો છે. નાગરિક બેન્‍કની જેમ આગામી ચૂંટણીઓમાં પણ જો ભાજપનાં મહત્‍વનાં આગેવાનોની અવગણનાં થાય તો નાગરિક બેન્‍કની ચૂંટણી જેવું પરિણામ મળે તો નવાઈ પામવા જેવું નહી રહે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/