fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા વહીવટી તંત્રની સૂચના

હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લાના કોઈપણ કર્મચારી અધિકારી હેડ ક્વાર્ટર છોડશે નહિ. જે જે અધિકારીઓને ફાળવવામાં આવેલી ડ્યુટી મુજબ કન્ટ્રોલ રૂમ ૨૪*૭ ચાલુ રાખી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાની રહેશે.

રાત્રિ દરમ્યાન કન્ટ્રોલ રૂમમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનું મોનીટરીંગ કરશે. અમરેલી મામલતદાર કચેરીમાં ઇમરજન્સી ઉપયોગના સાધનો જેવા કે લાઇફ જેકેટ, બોયા, ઇમરજન્સી લાઈટ, રસ્સા, હેન્ડ હેલ્ડ ટોર્ચ, પાવર બેન્ક વગેરે રેડી ટુ યુઝ અવસ્થામાં રાખવામાં આવશે. જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ પોતપોતાના સેજામાં રહે અને હેડ ક્વાર્ટર ન છોડે તે માટેની સુચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર સાથે સંકલન કરી ઇમરજન્સી ટીમોને તૈયાર રાખવી. સરકારી વાહનોમાં પર્યાપ્ત માત્રામાં ઈંધણ ભરાવી રાખવામાં આવશે.

કન્ટ્રોલ રૂમ ખાતે રહેલ ડી.જી. સેટ / જનરેટર સેટમાં ડીઝલ / પેટ્રોલ પુરાવી રેડી ટુ યુઝ અવસ્થામાં રાખવા સૂચના આપવામાં આવી છે. ફરજ પરના જિલ્લાના તમામ કર્મીઓએ કોઈપણ નાનામાં નાના બનાવની જાણ પણ જિલ્લા કન્ટ્રોલ રૂમ ખાતે કરવાની રહેશે.

તાલુકામાં આવેલાં તમામ પ્રવાસન સ્થળો બંધ રાખવાના રહેશે.નીચાણ વાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય અથવા ડેમના નીચેવાસમાં આવેલાં ગામડાઓમાં અત્યારથી જ ચેતવણી આપી સલામત સ્થળો આઇડેંટીફાઈ કરી જરૂર જણાયે તાત્કાલિક લોકોને શિફ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/