fbpx
અમરેલી

સાવરકુંડલામાં વિજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ

અમરેલી જિલ્લામાં બે દિવસના બફારા બાદ આજે વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલા શહેરમાં વિજળીના કડાકા સાથે ધોધમાર 1 ઇંચ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જ્યારે બે વર્ષથી ગરબે રમવા આતુર બનેલા ખૈલેયાઓ પણ ચિંતામાં મૂકાયા છે.

સમગ્ર જિલ્લામાં 2 દિવસથી બફારા સાથે ઉકળાટ ભર્યો માહોલ હતો. જોકે, આજે પણ સતત ગરમી વચ્ચે અમરેલીના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી સમગ્ર શહેરમા રોડ રસ્તા પર પાણી વહેતા થતા હતા. અહીં વરસાદ થોડીવાર માટે જ પડ્યો હતો, પરંતુ ધોધમાર વરસાદ મોટા છાટા સાથે પડતા શહેરીનોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો.

વરસાદને લઇને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કપાસ, મગફળી સહિત ખેતીના વિવિધ પાકને વરસાદના કારણે નુકસાન થઇ શકે છે. તેના કારણે ધરતી પુત્રોમાં વધુ ચિંતાના વાદળો ઘેરાયા છે.

હાલમાં નવરાત્રિ ચાલી રહી છે જેમાં માત્ર શેરી ગરબાની જ મંજૂરી મળેલી છે. ત્યારે લોકો શેરી ગરબાના આયોજન કરી માતાજીની આરાધના કરે છે, પરંતુ આ વરસાદના કારણે કેટલાક શેરી ગરબાના પંડાલમાં પાણી વહેતા થયા હતા. જેથી આજે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજકો અને ખેલૈયાઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/