fbpx
અમરેલી

વાવાઝોડામાં ગુમ થયેલા ડોક્યુમેન્ટ ઈસ્યુ કરવા જાફરાબાદના ધારાબંદર ખાતે ખાસ કેમ્પ યોજાયો

જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે વહીવટી તંત્ર દ્વારા તાઉતે વાવાઝોડામાં ગુમ થયેલ ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં એક જ દિવસમાં રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૧૧ અરજીઓ, રેશનકાર્ડમાં નામ કમી કરવાની ૯ અરજીઓ, રેશનકાર્ડમાં નામ સુધારા માટેની ૧૬ અરજીઓ, ડુપ્લીકેટ રેશનકાર્ડ અને જોબકાર્ડ માટેની ૪૫ અરજીઓ, આવક અને રહેવાસી અંગેના દાખલા માટેના ૯૫ દાખલા, બેંકને લગતી ૨૯ અરજીઓ અને આધારકાર્ડને લગતી ૩૯ અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરી ૨૪૬ જેટલા દાખલાઓ અને કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.

આ અંગે વાત કરતા રાજુલા નાયબ કલેક્ટર શ્રી કે. એસ. ડાભી જણાવે છે કે આજે ધારબંદર ખાતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા દસ્તાવેજો નવા કાઢી આપવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં દરિયાકાંઠા વિસ્તારોના અસરગ્રસ્ત ગામોમાં આવા કેમ્પ યોજી લોકોને આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, મનરેગા કાર્ડ, બેંકના દસ્તાવેજો કે અન્ય નવા પ્રમાણપત્રો કે દાખલાઓ કાઢવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/