fbpx
અમરેલી

લાઠી તાલુકાનાં સરપંચોનું ધારાસભ્‍ય ઠુંમરની અઘ્‍યક્ષતામાં સન્‍માન

લાઠી તાલુકાનાં ચુંટાયેલા સરપંચો અને તેમની ટીમનુંસન્‍માન સમારંભ ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરનાં અપ્રયક્ષ સ્‍થાને યોજાયો સ્‍થાનિક સ્‍વરાજની ચુંટણીમાં સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સદસ્‍ય તરીકે ચુંટાયેલ કોંગ્રેસપક્ષના આગેવાનોનું સન્‍માન કરવા માટે લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લાઠી તાલુકાનાં કૃષ્‍ણગઢ ગામ નજીક આવેલ હડમતિયા હનુમાનજી મંદિરના વિશાળ પંટાગણમાં વિશાળ સ્‍નેહમિલન સન્‍માનનું આયોજન કરવામાં આવેલ છે. લાઠી-બાબરા વિસ્‍તારના કર્તવ્‍યનિષ્ઠ ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ  લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઇ કાકડીયા દ્વારા ઉપસ્‍થિત આગેવાનો, કાર્યકરો ચૂંટાયેલ સરપંચો તથા ગ્રામ પંચાયતનાં સદસ્‍યોનું સ્‍વાગત કરવામાં આવેલ . ત્‍યારબાદ ઉપસ્‍થિત કોંગી આગેવાનો દ્વારા ચુંટાયેલ સરપંચો અને ગ્રામ પંચાયતનાં સદસ્‍યોને ગામજનોની નિઃસ્‍વાર્થપણે મદદ કરવા અને પોતાના ગામનો વિકાસ કરવા સતત પ્રયત્‍નશીલ રહેવા આહવાન કરવામાં આવેલ. અમરેલી જિલ્લા કોંગ્રેસનાં પુર્વ પ્રમુખ શંભુભાઇ દેસાઇ, જિલ્લા કોંગ્રેસનાં પુર્વ પ્રમુખ અર્જુનભાઇ સોસા, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જીતુભાઇ વાળા, જિલ્લા પંચાયતનાં વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઇ કોઠીવાલ, અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રફીક મોગલ, લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદૂરભાઇ બેરા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ કે.કે. વાળાએ પ્રસંગનેઅનુરૂપ પોતાના વિચારો રજુ કરેલ.

લાઠી-બાબરા વિસ્‍તારનાં ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમર, લાઠી-બાબરા વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય ઠાકરશીભાઇ મેતલીયા, જિલ્લા પંચાયતનાં પુર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા ચુંટાયેલ સરપંચો અને ગ્રામ પંચાયતના સદસ્‍યોનું શાલ ઓઢાડી, પુષ્‍પ અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલ. આ સન્‍માન સમારંભના કાર્યક્રમમાં ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુમરે જણાવેલ કે, કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ જે પણ સરપંચો છે તેમને તેમના કામમાં પુરો સાથ સહકાર અને ન્‍યાય આપવામાં આવશે. સરપંચો પોતાના ગામનાં નાના પરિવારો અને ગરીબોને સહાયરૂપ થવાના સતત પ્રયાસો કરશે તેવી આશા વ્‍યકત કરી હતી. આ બાબતે કોઇપણ મુશ્‍કેલી પડે તો લેખિતમાં રજુઆત કરવા તેમજ લોકપ્રશ્નોને તાલુકા અને જિલ્લામાં ફરીયાદ સંકલન સમિતિમાં ઉઠાવી પુર્ણરૂપે મદદરૂપ થવા પ્રયત્‍ન કરશે . લાઠી તાલુકાની 36 ગ્રામ પંચાયતોની થયેલ ચુંટણી પૈકી ર6 ગામના સરપંચો તેમજ સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. ત્રણ ગામના સરપંચો અનિવાર્ય કારણોસર રજા લઈ ઉપસ્‍થિત રહી શકયા ન હતાં. તેમજ લીલીયા તાલુકાનાં લાઠી વિસ્‍તારમાં આવતા બે ગામો નાના રાજકોટ અને કણકોટ ગામના બંને સરપંચો પણ ઉપસ્‍થિત રહ્યા હતાં. આ સમારંભમાં બાબરા, લીલીયા તેમજ અમરેલીતાલુકાનાં સરપંચો પણ હાજર રહ્યા હતા અને તેમનું પણ સન્‍માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ધાર્યા કરતા વધારે વિશાળ સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા છે તે માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. લાઠી તાલુકાના કાર્યકરોએ જે જહેમત ઉઠાવી છે તે બદલ પણ હું ગૌરવની લાગણી વ્‍યકત કરૂં છું. લાઠી તાલુકા મથકે ધારાસભ્‍યના કાર્યાલયનો શુભ આરંભ થયેલ છે તાલુકા/શહેર કોંગ્રેસના પ્રમુખો ઉપસ્‍થિત રહી પ્રજાજનોને મદદરૂપ થશે. આ સમારંભમાં ઠાંસા ગામના જીણાભાઇ હમીરભાઇ પરમાર જેઓ ભાજપના પ્રમુખ હતા તેઓ ભાજપને તીલાંજલી આપી કોંગ્રેસપક્ષમાં જોડાયા હતાં. તેઓએ જણાવેલ કે, ભાજપ હિન્‍દુત્‍વને નામે લોકોને ઉશ્‍કેરી રહ્યા છે. આ ઉશ્‍કેરાટમાં હું પણ ભાજપમાં જોડાયેલ પરંતુ ભાજપ દેશ અને રાજયને બરબાદ કરી રહ્યુ છે તેથી આવા પક્ષ સાથે રહી ના શકું. દેશના વડાપ્રધાન સતત જુઠ બોલી રહ્યા છે. મોંઘવારી, બેરોજગારીએ માજા મુકી છે, પ્રજાજનો ભાજપ સરકારની લોકવિરોધી નીતિઓથી પીડાઇ રહ્યા છે આ માટે હું ભાજપ પક્ષને છોડી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઇ રહ્યો છું. લોકોને પણ આહવાન કરૂં છું. આ પ્રસંગે અમરેલી નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ નટુભાઇ સોજીત્રા, લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ ઇસામલીયા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખઘનશ્‍યામભાઇ કાછડીયા, અમરેલી નગરપાલિકાનાં શિક્ષણ સમિતિના રામજીભાઇ, પુર્વ ચેરમેન જે.પી. સોજીત્રા, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જમાલ મોગલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં. તાલુકા પંચાયતના ચુંટાયેલ સભ્‍યો તેમજ ઉમેદવારો દામનગર, લાઠી નગરપાલિકાના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતાં. આ સન્‍માન સમારંભનું તમામ સંચાલન જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી નરેશભાઇ અઘ્‍યારૂએ કરેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/