fbpx
અમરેલી

યુવાઓ માટે રમત ગમત વિભાગ દ્વારા સાત દિવસની નર્મદા શ્રમ અને સેવા શિબિરનું આયોજન કરાશે

શિબિરમાં જોડાવા માંગતા યુવાઓએ ૧૦ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે

આગામી દિવસોમાં રમત ગમત વિભાગ દ્વારા સાત દિવસની નર્મદા સેવા અને શ્રમ શિબિર કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૫૦ યુવાઓને શિબિરમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.

શિબિરમાં જોડાવા ઈચ્છતા અમરેલી જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ કે જેમની ઉંમર ૩૧-૧૨-૨૦૨૧ના રોજ ૧૫ થી ૩૫ વર્ષ થતી હોય તેમણે નિયત નમૂનાના અરજી પત્રકમાં પોતાનું નામ સરનામું, મોબાઈલ નંબર, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, એન.સી.સી. / પર્વતારોહણ/ રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર, વાલીની સંમતી, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઓળખકાર્ડ તેમજ અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી ૧૦-૦૨-૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, બીજો માળ, રૂમ નં. ૨૧૭, જિલ્લા સેવા સદન , રાજપીપળા નર્મદાને મોકલી આપવાની રેહશે. નિયત નમુનાનું અરજી ફોર્મ અમરેલી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-સી, રૂમનં. ૧૧૦-૧૧૧ પરથી અથવા કચેરીનાં બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com  પરથી મળશે.

પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ ૧૫૦ યુવક યુવતીઓની આ શિબિરમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક યુવતીઓને નિવાસ, ભોજન, તથા આવવા જવાનું ભાડું સરકારશ્રી તરફથી આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/