સમસ્ત ઠાકોર સમાજ નું ગૌરવ એવા મનીષ વાઘેલા નું સન્માન કરતા લીલીયા ઠાકોર સમાજ
ખાંભા ના વતની મનીષભાઈ વાઘેલા એ આર્મી ની હિમાચલ પ્રદેશ માં ટ્રેનિંગ પુર્ણ કરી 3 મહિના નોકરી કરી પ્રથમ વખત વતન માં આવ્યા છે અને લીલીયા આવ્યા હોય ત્યારે તેમની ટૂંકી મુલાકાત દરમ્યાન લીલીયા મોટા સમસ્ત કોળી (ઠાકોર) સમાજ વતી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી અને વેલનાથ યુવા ગ્રુપ દ્વારા મનીષભાઈ નું સન્માન વેલનાથ મંદિર ખાતે કરવામાં આવ્યું આ તકે ખૂબ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી ભારત માતા કી જય વંદે માતરમ ના નાદ થી મનીષ ભાઈ નો જુસ્સો વધારેલ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી દ્વારા મનિષ ભાઈ ના માતા પિતા ને પણ ખૂબ ખૂબ અભિનંદન આપેલ
Recent Comments