fbpx
અમરેલી

હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયા નવા બનાવો. રહેવાસીઓ ભયના ઓથાર નીચે જીવી રહયા છે. હાઉસિંગ બોર્ડના ચેરમેન મુકેશકુમારને રજુઆત કરતા પ્રા.જે.એમ.તલાવીયા

અમરેલી હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયા નવા બનાવો.રહેવાસીઓ ભયના ઓથાર નીચે જીવી રહયા છે.હાઉસિંગ બોર્ડના ચેરમેન મુકેશકુમારને રજુઆત કરતા પ્રા.જે.એમ.તલાવીયાઅમરેલીમાં બસ સ્ટેશન પાછળ આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના ત્રણ માળીયા આજથી ૩૮ વર્ષ પહેલા બનાવવામાં આવેલ છે, જેના ચાર બિલ્ડિંગમાં ૪૮ ( ૪ * 3 * ૪ ) બ્લોક આવેલા છે. જે અતિ જર્જરિત અને બિસમાર હાલતમાં છે,ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને જાન લેવા દુર્ઘટના બની શકે છે. આ ટાવરોના લોકો ભયના ઓથાર નીચે જીવી રહયા છે આ ટાવરોને ધરાશાયી કરી ૮૦ (૪ * ૫ *  ૪) આવાસો બનાવવામાં આવે તો હાઉસિંગ બોર્ડને નવા ૩૨ ( ૪ * ૨ * ૪ ) આવાસો મળે.ગુજરાત હાઉસિંગ બોર્ડને આજની કિંમત પ્રમાણે લગભગ વધારાની આવક થતા એટલી જ રકમમાં બાંધકામ પરવડે તેમ છે. આ વિસ્તાર અતિ મોકાનો વિસ્તાર છે. હાઉસિંગ બોર્ડ સોસાયટી અમરેલી શહેરમાં બસ સ્ટેશન પાછળ એકદમ મધ્યમાં આવેલ છે અને પોષ વિસ્તાર ગણાય છે. સરકારને વધારાના ૩૨ આવાસોના વેચાણમાંથી સારી આવક ઉભી થાય તેમ છે. આ અંગે ભા.જ.પ. અગ્રણી પ્રા.જે.એમ.તલાવીયાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મુકેશકુમાર ( આઈ.એ.એસ. ) ને પત્ર પાઠવી રજુઆત કરી છે તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા અને સાંસદ નારણભાઈ કાછડીયાને પણ અવગત કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/