fbpx
અમરેલી

જુનીયર ક્લાર્કની પરીક્ષા આપનાર ભાઈ-બહેનો વળતર માટે કાયદાકીય લડત લડવી જોઈએ : સંદીપ પંડ્યા

ગુજરાત રાજયમાં વા ૨ વાર પેપર લીક થાય છે . ગુજરાતના લાખો શિક્ષીત , બેજરોજગાર યુવા ભાઈ – બહેનો પોતાના ઉજળા ભવિષ્ય માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તનતોડ મહેનત કરીને ઘણા લાંબા સમૃયથી કષ્ટ વેઠીને તૈયારી કરતા હોય છે અને નિર્ણાયક સમયે જયારે પરીક્ષા દેવાનો સમય આવે ત્યારે પરીક્ષાના પેપરો ફુટી જતા હોય છે . ત્યારે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન ચકનાચુર થઇ જાય છે અને હતાશામાં ધકેલાય જાય છે .

આવુ વારંવાર થવાથી મનોબળ તુટી જાય છે અને ભવિષ્ય અંધકારમય બની જાય છે . હમણા તાજેતરમાં ૨૦૨૩ ની શરૂઆતમાં જુનીય ૨ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ છે . આ પરીક્ષા આપનાર યુવા ભાઈ – બહેનો પરીક્ષા સદરહું પરીક્ષાની પૂર્વ તૈયારી કરતા હોય છે . ક્લાસીસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના તેની ફી , વાંચન માટે વિવિધ પુસ્તકો ખરીદવા પડતા હોય જેનો ખુબ જ મોટો ખર્ચ તેમજ પરીક્ષાર્થીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરીક્ષા સ્થળ સુધી જવા માટેનો ટ્રાન્સર્પોટેશન ખર્ચ તથા ત્યાં રહેવા અને જમવાનો ખર્ચ , પ્રાઇવેટ નોકરી કરતા હોય તો નોકરીના દિવસો પાડીને પરીક્ષા દેવા આવતા હોય તેનો ખર્ચ તેમજ પરીક્ષાની તૈયારી કરવા માટે પોતાનો કિંમતી સમય ખર્ચેલ હોય ત્યારે આવા પેપર લીકના પ્રશ્નના કારણે વિદ્યાર્થીઓ માનસીક યાતના ભોગવે છે.

આમ , પેપરલીક સીસ્ટમથી પીડીત ભાઈ – બહેનોએ કોર્ટમાં ગુજરાત સરકારશ્રી સામે પરીક્ષાની સીસ્ટમને ફુલ પુફ બનાવવા માટે રીટ પીટીશન દ્વારા વળતરની માગણી કરવી જોઇએ તેમ અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સંદીપ પંડ્યા જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/