fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા  ભયજનક/જર્જરિત મકાનો બાબતે ચેતવણી જાહેર કરવામાં આવી

 અમરેલી શહેર હદ વિસ્તારમાં આવેલ તમામ સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય તમામ ક્વાર્ટસ તથા મકાન,ઇમારતમાં રહેતા કે તેનો ઉપયોગ કરતા કે હિત ધરાવતા તમામ વ્યક્તિઓને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, પોતાના મકાનનો ભયજનક/જર્જરિત ભાગ તાકીદે તત્કાલ ઉતારી લઈને બાકીના ભાગને સુરક્ષિત કરવાની કાર્યવાહી કાયદાને આધીન કરવાની રહેશે. આમ કરવામાં નહીં આવે તો મકાન કે તેનો ભયજનક/જર્જરિત ભાગ પડી જવાથી આસપાસની મિલકતને કે જાનમાલને નુકશાન પહોંચાડી શકે છે. ભયજનક/જર્જરિત ભાગ હટાવવાની તમામ જવાબદારી મકાન, ઇમારત માલિક, કબ્જેદાર, હિત ધરાવતા વ્યક્તિની રહેશે,જેની ગંભીર નોંધ લેવી. ભયજનક/જર્જરિત મકાનોમાં કોઈએ પ્રવેશ કરવો નહીં, વસવાટ કે અન્ય કોઇ ઉપયોગ પણ કરવો નહીં અને અવર જવર પણ કરવી નહીં. આજુબાજુના મકાન ઉપયોગ કર્તાઓએ સાવચેતીના ભાગરૂપે પુરતી કાળજી લેવાની રહેશે. ભયજનક/જર્જરિત મકાન બાબતે અગાઉ અનેક વખત અમરેલી નગરપાલિકાએ નોટીસો આપેલ છે. ભયજનક/જર્જરિત બાબતે અપાયેલ નોટીસ અન્વયે જવાબદાર વ્યક્તિઓએ કોઈ કાર્યવાહી કરેલ નથી. સંબંધિત હિત ધરાવનાર દરેક તાત્કાલિક કાર્યવાહી કરે તેમ ચીફ ઓફીસરશ્રી, અમરેલી નગરપાલિકા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/