fbpx
અમરેલી

અમરેલી શહેરમાં લોહાણા સમાજ દ્વારા શસ્ત્ર પૂજન આયોજન કરવામાં આવ્યું. 

વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યનો વિજય ભગવાન શ્રી રામચંદ્ર દ્વારા રાવણ પર વિજયના પાવન પ્રસંગે શ્રી વીર દાદા જસરાજની વીરતાના વારસદાર સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા શક્તિ સ્વરૂપ શસ્ત્રોના પૂજન મહોત્સવનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ કાર્યક્રમની વિગતે માહિતી આપતા આયોજક વિશાલભાઈ સોઢા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ ૨૪-૧૦-૨૦૨૩ ને મંગળવાર વિજયાદશમીના પાવન દિવસે લાઠી રોડ પર આવેલ માતૃશ્રી અંબાબેન નરશીદાસ સોઢા લોહાણા મહાજન વાડી ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે હિન્દુ શાસ્ત્ર વિધિથી ભૂદેવોના મંત્રોચ્ચાર દ્વારા શસ્ત્રોનું પૂજન ૧૫૧ જનોઈધારી રઘુવંશી યુવાનો દ્વારા દશેરાના પાવન દિવસે બપોરે ૧-૫૮  કલાકના શુભ મુહૂર્તમાં કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં પૂજ્ય શ્રી રામ મનોહરદાસ બાપુ તેમજ રાંદલમાં મંદિર દડવાના ગાદીપતિ પૂજ્ય શ્રી રમેશ પ્રગટ બાપુ તેમજ તેમજ પૂજ્ય શ્રી નિત્ય શુદ્ધાનંદ સ્વામીજી ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવેલ તેમજ લોહાણા મહાજન પ્રમુખ તેમજ ટ્રસ્ટીગણ તેમજ લોહાણા મહાપરિષદ અમરેલીના રિજીયન પ્રમુખ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ જીવાણી તેમજ અર્જુન ગઢીયા દ્વારા કરવામાં આવેલ

  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી સમાજના યુવા આગેવાન વિશાલભાઈ સોઢાના માર્ગદર્શન સાથે રઘુવંશી યુવાનો બિરજુ અટારા, આશિષ ગણાત્રા, પ્રિતેશ માનસેતા, આકાશ ગણાત્રા, હિરેન ભૂપતાણી, ચિરાગ સેદાણી, ભાવેશ સોમૈયા, જયદીપ ગણાત્રા, રોનક ઉનડકટ વગેરેએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/