fbpx
અમરેલી

જી.એસ.ટી.ના ગુન્હાઓમાં વધુ ચાર આરોપીઓને ઝડપી પાડતી SIT ટીમ

ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમાં જઈ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપર થી સદર માણસોના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમા લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનુ કામ કરી સરકારશ્રીને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓ નો ઉપયોગ કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ૧ ગુન્હો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા ૩ ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-૧ તથા અમરેલી ટાઉન પો.સ્ટે.માં-૧ ગુન્હો એમ કુલ-૬ ગુન્હા ઉપરોકત બાબતે ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) વિગેરે મુજબ ગુન્હાઓ દાખલ કરવામા આવેલ હોય

જે બાબતેની સરકારશ્રીએ ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડી.જી.પી. સાહેબ દ્રારા ઉપરોકત ગુન્હાની તટસ્થ તપાસ થવા સારૂ ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને એક સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલ છે.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ ઇન્સ.શ્રી આર.એન.વિરાણી તથા કે.જી.ચાવડા નાઓની સુચના મુજબ પાલીતાણા ટાઉન પો.સ્ટે.માં દાખલ થયેલ ગુન્હાના આરોપીઓ (૧) તૌફીકભાઇ ઉર્ફે બોબડો રફીકભાઇ શેખ ઉ.વ.૩૩ રહે-મહમદીબાગની બાજુમાં, ભુતના લીમડા પાસે, ભાવનગર (૨) અબ્દુલકરીમ રસુલભાઇ ગાંધી ઉ.વ.૪૦ રહે-ભગાતળાવ, કાઝીવાડ, ડબગરશેરી, ભાવનગર (૩) અલ્તાફ ઉર્ફે અલ્તુ સલીમભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ રહે-જુની માણેકવાડી, ગોરીફળીયા, જીવી નિવાસની પાસે, ભાવનગર હાલ- લીમડીવાડ, ઇન્ડીયા ટાવર પાસે, ભાવનગર (૪) ઇમરાન ઉર્ફે ટાટા ગફારભાઇ મલેક ઉ.વ.૨૭ રહે-વડવા, અમીપરા, સવાઇગરની શેરી, ઇસુબભાઇ મધરાના મકાનમાં ભાડેથી, ભાવનગર વાળાને ઝડપી લઇ આજ તા-૦૪/૧૨/૨૦૨૩ના રોજ ના ક.૧૯/૩૦ વાગ્યે ધરપકડ કરવામાં આવેલ છે અને ચારેય આરોપીઓને પાલીતાણા કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે.

આ કામગીરીમાં સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના વડા ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબની સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/