fbpx
અમરેલી

શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતો માટેનું સંમેલન અમરેલી ખાતે  યોજાશે

અમરેલી જિલ્લામાં વસવાટ કરતા હોય તેવા પૂર્વ સૈનિકોશહીદ કે દિવંગત સૈનિકોના ધર્મ પત્નીઓ અને તેઓના આશ્રિત હોય તેવા તમામનું સંમેલન અમરેલી ખાતે યોજાશે. અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને

આગામી તા.૨૮ જાન્યુઆરી૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે અમરેલી સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરચિતલ રોડપોલીસ લાઈનની બાજુમાં આ સંમેલન કાર્યક્રમ યોજાશે. કેન્દ્ર સરકારગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત રાજ્ય સૈનિક બોર્ડ તરફથી પૂર્વ સૈનિકો / શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતોને આપવામાં આવતી વિવિધ યોજનાકીય સહાયની વિગતો પણ આ કાર્યક્રમમાં આપવામાં આવશે. અમરેલી જિલ્લામાં રજિસ્ટર થયા હોય તેવા પૂર્વ સૈનિકો /શહીદ-દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતોને આ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પૂર્વ સૈનિકો /શહીદ કે દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેઓના આશ્રિતોને આ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અંગેનું આમંત્રણ પણ રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ દ્વારા પાઠવવામાં આવ્યું છે. આમ છતાં જેમને પણ તે ન મળ્યું હોય તે તમામને આ કાર્યક્રમમાં  સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બસ કે ટ્રેનની ટીકીટ તથા એસ.બી.આઇ. બેન્ક એકાઉન્ટ પાસબુકના પ્રથમ પેઇજની નકલ  આપવાથી બસ/ટ્રેનનું ભાડુ કોર બેન્કીગથી ચૂકવવામાં આવશે. ભોજન વ્યવસ્થાના સુચારુ આયોજન અર્થે યોગ્ય થઈ શકે તે માટેઆ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના હોય તેવા વ્યક્તિએ  તા.૨૦ જાન્યુઆરી૨૦૨૪ સુધીમાં રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ફોન નંબર (૦૨૮૧) ૨૪૭૬૮૨૫ પર તેમની હાજરી બાબતની જાણ કરવીતેમ રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/