fbpx
અમરેલી

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી સંસ્કારધામ ચલાલા ખાતે અમરેલી ઉપઝોન ગાયત્રી પરિવારની મીટીંગ યોજાઈ

ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે અમરેલી, બોટાદ અને ભાવનગર ત્રણ જીલ્લાની ઉપઝોનની મીટીંગ યોજાઈ હતી. જેમાં સર્વપ્રથમ સંસ્થાના વડા પૂ.શ્રી ડો. રતિદાદા, પ્રફુલભાઈ સેંજળીયા, ગોવિંદભાઈ ગોંડલિયા, અતુલભાઈ પંડયા, ભરતભાઈ ત્રિવેદી, હરિશંકરભાઈ પંડ્યા, ભટ્ટસાહેબ (ટી.ડી.ઓ.), બીપીનભાઈ ભરાડ, બાબભાઈ રાજયગુરૂ, મેહુલભાઈ પટેલ સહીત મહાનુભાવોના વરદ હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અમરેલી, બોટાદ અને ભાવનગર ત્રણ જીલ્લાના પ્રમુખ શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા આવનારા સમયમાં ગાયત્રી પરિવારનું મોટું આયોજન જ્યોતિ કળશયાત્રા આવી રહી છે. તેના આયોજન માટે ચર્ચા વિચારણા કરી હતી.

ત્યારબાદ ભાવનગર જીલ્લાનો વાર્ષિક અહેવાલ દીનેશભાઈ ત્રિવેદીએ આપ્યો હતો અને બોટાદ જીલ્લાનો વાર્ષિક અહેવાલ મેહુલભાઈ પટેલે આપ્યો હતો, અમરેલી જીલ્લાનો વાર્ષિક અહેવાલ અતુલભાઈ પંડયાએ આપ્યો હતો. સાથે સાથે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા તેમજ ત્રણેય જિલ્લાઓનું સંગઠન વધુ મજબુત માટે વિશેષ ચર્ચા થઈ હતી. ચલાલા ગાયત્રી સંસ્કાર ધામના વડા પૂ. શ્રી ડો. રતિદાદા ને ડોકટર (પી.એચ.ડી.)ની પદવી મળતા ત્રણેય જીલ્લાના વરિષ્ઠ પરિજનોએ સન્માન કર્યું હતું. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા ડાયરેકટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તેમજ સ્કાઉટ ગાઈડ સન્માનિત શીતલબેન મહેતાએ કરી હતી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અને મીટીંગ બાદ ત્રણેય જીલ્લાના પ્રતિનિધિઓ સાથે ભોજન પ્રસાદ લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/