fbpx
અમરેલી

૧૪-અમરેલી લોકસભાના જનરલ નિરીક્ષક એમ.કે. દ્રાબુ, પોલીસ નિરીક્ષકનાઝનીન ભસીન અને ખર્ચ નિરીક્ષકશ્રી શ્રીનિવાસુ કોલ્લીપકા સાથે ચૂંટણી કામગીરી સમીક્ષા બેઠક યોજાઈ

૧૪-અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્રના નોડલ અધિકારીશ્રીઓ સાથે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવાના હેતુથી અમરેલી લોકસભા બેઠકના નિરીક્ષકશ્રીઓ સાથે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. ચૂંટણી કામગીરીને લગતી સમીક્ષા બેઠકમાં ૧૪-અમરેલી લોકસભા ચૂંટણી જનરલ નિરીક્ષકશ્રી એમ.કે. દ્રાબુ, પોલીસ નિરીક્ષકશ્રી નાઝનીન ભસીન, ખર્ચ નિરીક્ષકશ્રી શ્રીનિવાસુ કોલ્લીપકા અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ સ્વાગત કર્યુ હતુ.  ચૂંટણી ફરજ પરના નિરીક્ષકશ્રીઓએ, વિવિધ નોડલ અધિકારીશ્રીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન અમરેલી ખાતે ચૂંટણી ફરજ પર છે તેવા જનરલ નિરીક્ષકશ્રી એમ.કે. દ્રાબુએ અમરેલી જિલ્લાની ચૂંટણી પ્રક્રિયાને સરળતા અને સુચારું રીતે સંપન્ન કરવા તાલીમ અગત્યનો ભાગ હોય જરુરી તાલીમ કાર્યક્રમ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે તે બાબત પર તેમણે ભાર આપવા જણાવ્યુ હતુ. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે અનુસરવા માટે તમામ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને જરુરી તાલીમ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમણે સૂચના આપી હતી. આ તકે તેમણે ઈવીએમ રેન્ડમાઇઝેશન, મતદાન મથકો, થીમ બેઇઝડ સહિતના વિશેષ મતદાન મથકો, ઈ.વી.એમ. વ્યવસ્થાપન સહિતના મુદ્દે વિગતવારે માર્ગદર્શન આપ્યું હતું. 

       પોલીસ નિરીક્ષકશ્રી નાઝનીન ભસીને અમરેલી લોકસભા મતવિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. વિવિધ વિસ્તારોમાં આવેલા મતદાન મથકો અને તે મતદાન પર કરવામાં આવનાર વ્યવસ્થા, ચૂંટણીલક્ષી કામગીરી માટે હાથ ધરવામાં આવેલા પગલાઓ અને મતદાન પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી ભસીને ઉમેર્યુ કે, મજબૂત લોકશાહીના નિર્માણ અર્થે પ્રત્યેક મત મહત્વનો છે. મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા થાય તે અગત્યનું છે.

       જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તેમજ નોડલ અધિકારીશ્રીઓની લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તૈયારી અને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે મતદાન મથકોની વ્યવસ્થા, પ્રિસાઇડીંગ અધિકારીશ્રી તેમજ ચૂંટણી ફરજ પરના અન્ય કર્મયોગીઓની ભોજન, રહેવાની, આવાગમન સહિતની વ્યવસ્થાઓ અંગે જરુરી વ્યવસ્થાઓ જળવાઇ અને ચૂંટણીલક્ષી કામગીરી-પ્રક્રિયા યોગ્ય રીતે અનુસરવામાં આવે તે માટે સૂચનો કર્યા હતા. મતદારોને અગવડ ન પડે તે માટે સ્વચ્છતા જળવાઇ રહે, ગરમી અને હિટવેવની આગાહીને ધ્યાને લેતા અન્ય જરુરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે જણાવ્યુ હતુ. વરિષ્ઠ નાગરિકોને ઘરબેઠા મતદાન માટેની વ્યવસ્થા, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓના મતદાન માટેની વ્યવસ્થાઓ અંગે વિગતો જણાવી હતી.

      લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃત્તિ અર્થે કરવામાં આવેલી ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન પ્રવૃત્તિઓ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નોડલ અધિકારીશ્રી (TIP) પરિમલ પંડ્યાએ વિગતો જણાવી હતી. અમરેલી જિલ્લામાં મતદાન જાગૃત્તિ અર્થે કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને કામગીરીઓને નિરીક્ષકશ્રીઓએ બિરદાવી હતી.

અમરેલી જિલ્લામાં વર્ષ-૨૦૨૪ની લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે હાથ ધરવામાં આવેલા પગલાઓ અને પોલીસ બંદોબસ્ત માટે અધિકારી-કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલી ફરજ અંગેના આયોજન વિશે જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘે વિગતો જણાવી હતી.

       અમરેલી લોકસભા બેઠકના નાયબ ચૂંટણી અધિકારીશ્રી સક્સેનાએ બેઠકની સમગ્રતયા તૈયારીઓ અને આંકડાકીય વિગતો રજૂ કરી હતી. અમરેલી લોકસભા બેઠક અંતર્ગત તૈયાર કરવામાં આવનાર આદર્શ મતદાન મથકો, યુવા મતદાન મથકો, મહિલા કર્મચારી સંચાલિત મતદાન મથકો, પી.ડબલ્યુ.ડી.સહિતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ તૈયાર થનાર થીમ બેઇઝડ મતદાન મથકો, યુવા મતદાન મથક, વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતા મતદાન મથક અંગે નિરીક્ષકશ્રીઓને વિગતો આપી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી ફરજ પરના વિવિધ નોડલ અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, વિવિધ સમિતિઓના સબ નોડલ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/