fbpx
અમરેલી

ધારી તાલુકામાં મતદાન જાગૃત્તિ અર્થે સઘન અભિયાન મતદાતા જાગૃત્તિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. વધુમાં વધુ મતદાન જાગૃત્તિ અર્થે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ અને હોટેલ માલિક, મેડિકલ, કાપડ અને ડાયમંડ એસોસિએશન, સાથે ધારી પ્રાંત અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને બેઠક ધારી ખાતે યોજાઈ હતી.

          તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન બાદ મતદાતા તા.૦૮ મે,૨૦૨૪ સુધી ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ ખાતે મતદાન કર્યાનું નિશાન બતાવી લિયોનિયા રિસોર્ટ-ધારી (બારોટ કશ્યપભાઇ મો.૯૭૩૭૬ ૫૭૧૦૧) અને લેકવ્યુ રીસોર્ટ-ધારી (ગજેરા અશ્વિનભાઈ મો. ૯૪૨૭૨ ૩૧૬૬૬) ખાતે ગ્રાહક તરીકે ૭ ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. મતદાતાઓએ મતદાન બાદ એક માસ સુધી ૭ ટકા વળતર આપવા માટે ધારીના પટેલ ડાયનીંગ હોલ (ગજેરા અશ્વિનભાઈ મો. ૯૪૨૭૨ ૩૧૬૬૬)એ તૈયારી બતાવી હતી.

           બેઠકમાં ધારી તાલુકા વેપારી, ડાયમંડ એસોસિએશન, ધારી તાલુકાઓની વિવિધ દુકાનો અને કારખાનામાં કામ કરતાં કર્મચારીઓને તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ મતદાનના દિવસે સવેતન રજા મળી રહે તે માટે સંબંધિત વેપારીશ્રીઓને-કારખાનેદારશ્રીઓએ સહમતિ દાખવી હતી.જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન(SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી શરુ છે.

          બેઠકમાં ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ અને ધારી તાલુકાના વિવિધ વેપારીશ્રીઓ અને કારખાનેદારશ્રીઓ સહિતના જોડાયા હતા, તેમ ધારી તાલુકા મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/