સાવરકુંડલાનો પોસ્ટ ઓફિસ રોડ બિસ્માર હાલતમાં તાત્કાલિક રોડ બનાવવા ઉઠી માંગ
સાવરકુંડલામાં નાવલી પોલીસ ચોકી થી કાપેલ ધાર સુધીનો રસ્તો છેલ્લા દોઢેક વર્ષ થી બિસ્માર હાલતમાં છે. આ રોડમાં હાલમાં ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. હાલ ચોમાસાની સીઝન હોય વરસાદી પાણી ભરાવાથી તેમાંથી કાંકરી અને ગંદુ પાણી ઉડીને વેપારીની દુકાનમાં આવે છે. તેમજ આ રોડ ઉપર આગળ જતા શૈક્ષણિક સંકુલ આવેલ હોય આ રસ્તેથી પસાર થતી વખતે ઘણીવાર બાળકો અને વડીલો આ ખાડાના કારણે પડી જાય છે અને ઇજાગ્રસ્ત થાય છે. તેમજ ખાડાને કારણે વારંવાર અહીં વાહનો વાળાને પણ રકઝક થાય છે.
વેપારીઓ દ્વારા અગાઉ કરવામાં આવેલ રજુઆત ને બદલે માત્ર આશ્વાસન મળેલ છે. આખરે વેપારીઓ દ્વારા ફરીવાર આ બાબતે ચીફ ઓફિસર-નગરપાલિકા ને એક અરજી કરેલ જેની નકલ કલેકટર કચેરી, અમરેલી માર્ગ અને શહેરી વિકાસ મંત્રાલય,ધારાસભ્ય, સાવરકુંડલા સહિતની કચેરીઓમાં રવાના કરેલ. આ બાબતે ચીફ ઓફિસર, નગરપાલિકા સંપર્ક કરતા તેઓએ એવું જણાવેલ છે કે આ રોડ મંજુર થઇ ગયેલ છે. તેને ખોદીને આંખો નવો બનાવવાનો છે.હાલ ટેન્ડર પ્રક્રિયામાં હોય તા. ૧૦ ના રોજ ટેન્ડર ખોલી ત્યારબાદ એક સપ્તાહમાં આ રોડનું કામકાજ શરૂ કરવામાં આવશે.
Recent Comments