fbpx
અમરેલી

હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત

હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. PATHIK (Programme for analysis of travelers and hotel information) સર્વર અમદાવાદ શહેર, ક્રાઈમબ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચ સોફ્ટવેર સાથે રજિસ્ટર થયેલ હોટેલ ધારક જ ક્રાઈમબ્રાંચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી જિલ્લાની તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસ ખાતે આવતા પ્રાંત, રાજ્ય, દેશ-વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો પથિક સોફ્ટવેરમાં હોટેલના માલિક અથવા સંચાલકે અવશ્ય કરવાની રહેશે. સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે બહુમાળી ભવન, એ-બ્લોક, પ્રથમ માળ રુમ નંબર-૧૦૨, એસ.ઓ.જી શાખા, અમરેલી ખાતેથી હોટલ સંચાલક, માલિકે હોટેલની વિગતો રજુ કરી યુઝર આઈડી-પાસવર્ડ દિન-૧૦માં મેળવી લેવાના રહેશે. આ જાહેરનામું તા.૦૧ ઓગસ્ટ, ૨૦૨૪ થી તા.૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ધ ઇન્ડિયન પીનલ કોડ કલમ-૧૮૮ અંતર્ગત સજાને પાત્ર થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/