fbpx
અમરેલી

વડીયા-કુંકાવાવના ખજૂરી ગામે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા

ભારત સરકારના શ્રમ રોજગાર અને રમત ગમત વિભાગના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ, અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના નાના એવા ખજૂરી ગામે દાતાઓના અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે કેન્દ્રીય મંત્રીશ્રીએ તળાવના કાંઠે વૃક્ષારોપણ કર્યું હતું.  ખજૂરી ગામના ગ્રામજનોએ, લોક ભાગીદારીથી ૫,૦૦૦ વૃક્ષ વાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો છે, ગ્રામજનોએ ૩૦ કરોડ લીટર પાણીના સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવના કાંઠે ૨,૦૦૦ જેટલા વૃક્ષનું વાવેતર કરી ચૂક્યા છે અને આજે ૧,૦૦૦ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ જળસંચય કામ અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ માટે દાતાઓ અને ગ્રામજનોના સહયોગને બિરદાવતા કહ્યુ કે,  ખજૂરી જેવા નાના ગામે જળસંચય અને પ્રકૃતિ રક્ષણ માટે ખૂબ મોટું કામ કર્યું છે. સેવા અને સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા છે, તે આજે ઉજાગર થયા છે. ગ્રામજનોની દ્રઢ ઈચ્છા શક્તિ સાથે સમૂહ ભાવના પરિણામે આ તળાવનું નિર્માણ શક્ય બન્યું છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સમયને પારખી તેની સાથે તાલ મિલાવે તે ટકી જાય છે, જળસંચય અને પ્રકૃતિના રક્ષણ માટે વૃક્ષારોપણ સમયની માંગ છે. ગામડાના રીત રિવાજો અને પરંપરામાં આધુનિક વિજ્ઞાન સમાયેલું છે, આપણા વડવાઓએ પ્રકૃતિને અનુરુપ જીવનશૈલી વિકસાવી હતી. સમયના પરિવર્તન સાથે દશકા બાદ લોકો શોખથી ગામડામાં રહેવાનું પસંદ કરશે.મંત્રીશ્રીએ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વિકટ હતો, તેના લીધે લોકોને શહેરો તરફ સ્થળાંતર કરવું પડતું હતું પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયને લીધે નર્મદા નદીના નહેર અને પમ્પીંગથી આજે સૌરાષ્ટ્રના ગામેગામ પાણી પહોંચ્યું છે. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયેલા કાર્યોને લીધે નાગરિકોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતની આરોગ્ય સેવાઓની વિશિષ્ટતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ખજૂરી ગામે તળાવના નિર્માણમાં આર્થિક સહયોગ રહ્યો છે તેવા અગ્રણી સર્વ શ્રી ચેતનભાઇ ખાનપરા અને શ્રી ચેતનભાઇ કાછડીયાના માતૃભૂમિ માટે કૃતજ્ઞ ભાવને પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ બિરદાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોએ શાલ ઓઢાડી બહુમાન કર્યુ હતુ.સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ, કેન્દ્રીય મંત્રીશ્રીના નિઃસ્વાર્થ ભાવનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીશ્રીનું હણોલ ગામ પણ એક આદર્શ અને સુવિધાસભર ગામ હોવાનું જણાવ્યુ. સાંસદશ્રીએ તળાવના નિર્માણ માટે દાતાઓ અને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરિયાએ કહ્યુ કે, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ  કોરોના જેવા કપરાકાળમાં દેશના આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળી હતી, આરોગ્યક્ષેત્રે થયેલા કાર્યોની નોંધ સમગ્ર દુનિયાએ લીધી હતી. અમરેલી જિલ્લાના વિકાસના કામો માટે કેન્દ્રીય મંત્રીશ્રીના સહયોગનો આભાર માન્યો હતો.આ પ્રસંગે ખજૂરી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીએ કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપી હતી અને ખજૂરી ગામના અગ્રણી શ્રી ચતુરભાઈ હિરપરાએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા, મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, વડીયા-કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ હિરપરા, અગ્રણી સર્વ શ્રી જલ્પેશભાઈ મોવલિયા, શ્રી વિપુલભાઈ ટાંક, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી ગોપાલભાઈ અંટાળા, શ્રી રમાબેન હિરપરા સહિત મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, ખજૂરી અને ખજૂરી ગામની આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો અને ખેડુતો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/