fbpx
અમરેલી

વડીયા સિંચાઇ યોજનાઃ અમરેલીના વડીયા અને રાજકોટના ચારણીયા, ચારણ સમઢીયાળા,થાણા ગાલોળ સહિતના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અનુરોધ

 અમરેલી જિલ્લાના વડીયા જળાશયના દરવાજાનું ઓપનિંગ ઘટાડો થશે. વડીયા સિંચાઇ યોજનાના બે દરવાજા ૦.૦૫ મી. ખૂલ્લા હતા તે આજે તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ને ગુરુવારના રોજ સાંજે ૦૪ વાગ્યે જળાશયમાં પાણીની આવકમાં વધારો થતાં જળાશયનું રુલ લેવલ-નિર્ધારિત સપાટી જાળવવા માટે આ જળાશયના દરવાજાનું ઓપનિંગ ઘટાડી એક દરવાજો ૦.૦૫ મી. કરવામાં આવ્યું છે, તેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧૦૬ ક્યુસેક છે.આથી, અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના વડીયા, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચારણીયા, ચારણ સમઢીયાળા, થાણા ગાલોળ સહિતના ગ્રામ્ય વિસ્તારને અસર થઇ શકે છે. આ વિસ્તાર તેમજ આ વિસ્તારના નીચેના વિસ્તારોમાં વસતા નાગરિકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં કે આજુબાજુના વિસ્તારોમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા અનુરોધ છે.હાલની સ્થિતિએ, જળાશયનું લેવલ ૧૩૦.૨૫ મીટર, ઉંડાઇ ૫.૦૫ મીટર જથ્થો ૫.૩૬૫૭ એમ.ક્યુમ, જીવંત જથ્થો ૫.૦૯૪૦ એમ.ક્યુમ છે. જળાશયમાં હાલમાં પાણીની આવક ૧૦૬ ક્યુસેક અને આઉટફ્લો ૧૦૬ કયુસેક છે. જળાશયના ડિઝાઇન સ્ટોરેજ ૫.૩૬૫૭ અને ડિઝાઇન સ્ટોરેજ પાણીની ટકાવારી ૧૦૦ છે, તેમ અમરેલી જળસિંચન વિભાગના, અમરેલી ફ્લડસેલ વાયરલેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/