fbpx
અમરેલી

સીદી ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કેમ્પ – સીદી સમાજના પ્રતિભાશાળી બાળકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ અપાશે

સીદી બાળકોમાં રહેલી રમત ક્ષેત્રની સુષુપ્ત પ્રતિભાને ઉજાગર કરવા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સીદી ટેલેન્ટ આઇડેન્ટીફિકેશનનું આયોજન છે. તા.૦૧.૦૧.૨૦૧૧ થી ૩૧.૧૨.૨૦૧૬ દરમિયાન જન્મ્યા હોય તેવા અમરેલી જિલ્લા તેમજ આસપાસના વિસ્તારના સીદી ભાઈઓ-બહેનો માટે આગામી સમયમાં સાત દિવસીય શિબિર થશે. યોગ્યતા ધરાવતા તમામ સીદી બાળકોના રજિસ્ટ્રેશન ફોર્મ અમરેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી મેળવી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ કચેરી,   ચિત્તલ રોડ, ગોળ દવાખાનાની બાજુમાં, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતેથી મોકલવી આપવા. આ તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ પ્રતિભાશાળી સીદી ખેલાડીઓને રાજ્ય સરકારની જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં સીધો જ પ્રવેશ ફાળવવામાં આવશે. સીદી ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પસંદગી કસોટી આગામી ૦૭ દિવસ દરમિયાન યોજાશે, તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/