fbpx
અમરેલી

સેવા સેતુ કાર્યક્રમઃ ૨૦૨૪ – જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે

રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો હતો. મહત્વનું છે કે, આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધાઓ સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે.

સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે. બગસરાના શિલાણા મુકામે સેવા સેતુ કાર્યક્રમ-૨૦૨૪ યોજાયો હતો, કાર્યક્રમમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. શિલાણા મુકામે સેવા સેતુ કાર્યક્રમમાં ૬૪૭ પશુઓને રસીકરણ (ડીવર્મીંગ), ૫૦૦ પશુઓને કાયમી રસીકરણ, ૧૭૭ પશુઓને મેડિસીન સારવાર, ૧૫૮ રાશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી સેવા, ૭૮ હેલ્થ વેલનેસ કાર્ડ અંતર્ગત ડાયાબિટિસ અને બી.પી. ચકાસણી,  ૩૨ પશુઓની ગાયનેલોજીકલ સારવાર, ૨૮ આધારકાર્ડમાં સુધારા, આઈ.સી.ડી.એસ. ૧૨ બાળકોના આધારકાર્ડની અરજી, આવકના દાખલા ૯, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું અને સુધારણાની ૧૧ અરજી, ૭૦ અરજી કાનૂની સેવા સંદર્ભે સહિતની ૧,૭૩૪ અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યુ હતુ.રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/