fbpx
ભાવનગર

ભૂતિયા ગામે બનેલ લુંટના બનાવ બાબતે SITની રચના કરી બનાવ સ્થળની વિજીટ કરતા પોલીસ મહાનિરીક્ષક


ભાવનગર જિલ્લાના સોનગઢ પો.સ્ટે. વિસ્તારના ભૂતિયા ગામે લક્ષ્મીબહેન મનજીભાઇ ઘરે એકલા હતા ત્યારે કોઇ અજાણ્યા ઇસમે ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને વૃધ્ધા ઉપર બોથડ (પાઇપ અથવા લાકડી) દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા કરી લૂંટ કરેલ છે જે અંગે સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૮૨૧૦૨૮૬ IPC ૩૯૭, ૩૯૪, ૪૫૦, ૧૩૫ મુજબનો ગુન્હો તા. ૦૧/૦૬/૨૦૨૧ના ક.૨૧/૧૫ વાગ્યે નોંધવામાં આવેલ છે.


પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર IPS, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુન્હાની તપાસ નિષ્પક્ષ, ઉંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે થાય તે માટે શ્રી. આર.ડી.જાડેજા, ના.પો.અધિ., પાલીતાણા વિભાગ, શ્રી. વી.વી.ઓડેદરા, પો.ઇન્સ., એલ.સી.બી., ભાવનગર, શ્રી. આર.કે.કરમટા, ઇ.ચા.પો.ઇન્સ., એલ.સી.બી., અમરેલી તથા શ્રી. એ.બી.દેવધા, પો.ઇન્સ., એલ.સી.બી., બોટાદનાઓની પોલીસ અધિક્ષકશ્રી ભાવનગરની અધ્યક્ષતામાં Special Investigation Team ની રચના કરવામાં આવેલ છે.
સદરહું ગુન્હાની તપાસ હાલ શ્રી. ડી.બી.વાઘેલા, ઇન્ચાર્જ થાણા અધિકારીશ્રી, સોનગઢ પો.સ્ટે.નાઓ પાસેથી શ્રી. વી.વી.ઓડેદરા, LCB પો.ઇન્સ., ભાવનગર જીલ્લાનાઓને તપાસ સોંપવા હુકમ કરવામાં આવેલ છે.


સદરહું ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઇ પોલીસ મહાનિરીક્ષકશ્રી દ્વારા SIT ના અધિકારી સાથે બનાવ સ્થળની વિજિટ કરી ઉડાણપૂર્વકની તલસ્પર્શી માહિતી મેળવી સમિક્ષા કરી SIT ના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તથા ગુન્હો શોધી કાઢવા રણનીતિ ઘડવામાં આવેલ. ભાવનગર રેન્જના ભાવનગર જિલ્લાના ભૂતિયા ગામે તથા અમરેલી, બોટાદ જિલ્લાના ગામોમાં વણશોધાયેલા લુંટ/ધાડના બનેલ ગુન્હા બાબતે વિના સંકોચે, નિર્ભયતાથી તથા વિના વિલંબે પોતાના જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ (ભાવનગર-૦૨૭૮૨૫૨૦૩૫૦, અમરેલી ૦૨૭૯૨૨૨૩૪૯૮ તથા બોટાદ-૦૨૮૪૯૨૩૧૪૦૧) પર તથા તપાસ કરનાર અધિકારી શ્રી વી.વી.ઓડેદરા, LCB પો.ઇન્સ. મો.નં.-૯૮૨૫૦૯૬૩૩૯/૮૧૬૦૨૯૬૭૦૦ પર સત્વરે જાણ કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા અપીલ કરવામાં આવે છે તેમજ ગુન્હેગારો બાબતે બાતમી આપનારનું નામ ખાનગી રાખવામાં આવશે તેમજ રૂ/-૧૧,૦૦૦નું ઇનામ આપવામાં આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/