fbpx
ભાવનગર

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ કર્મચારી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા બનતી જિલ્લા પંચાયતની ‘એ’ ટીમ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માઉન્ટેડ યુનિટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કર્મચારી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે સમાપન થયું હતું.

જિલ્લા પંચાયતની ‘એ’ ટીમ આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી.  જિલ્લા પંચાયતની ટીમને ફાઇનલ સુધી લાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાના વડપણ હેઠળની ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો.

આ અવસરે કલેકટરશ્રી યોગેશ નિરગુડે, રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી. કે.પટેલ સાહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને કર્મચારીઓનું મનોબળ વધાર્યું હતું.

ઉલ્લેખનીય છે કે,ભાવનગર જિલ્લામાં આવેલ વિવિધ કચેરીઓના કર્મચારીઓની બનેલી કુલ-૩૨ ટીમોએ આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

 તા.૨૬/૧૧/૨૦૨૧ થી તા.૦૪/૧૨/૨૦૨૧ સુધી રમાયેલી આ ટુર્નામેન્ટમાં આઈ.ટી.આઈ ભાવનગરની ટીમને હરાવીને જિલ્લા પંચાયત ભાવનગરની ‘એ’ ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ટેનામેન્ટ દરમિયાન ભાવનગર  કલેકટરશ્રીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નિયમિત અંતરાલે ઉપસ્થિત રહી ભાગ લેનાર દરેક ટીમને જુસ્સો વધાર્યો હતો.

કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આ અવસરે જણાવ્યું કે, કર્મચારીઓની માનસિક સ્વસ્થતા સાથે શારીરિક ચુસ્તતા જાળવવા માટે ક્રિકેટ જેવી મેદાની રમતો ઉપયુક્ત બને છે.

તેમણે આગામી ખેલ મહાકુંભમાં પણ આ જ રીતે ઉત્સાહભેર ભાગ લઈ ભાવનગર જિલ્લાનું નામ રોશન કરવા માટે ઉપસ્થિત ખેલાડીઓને અપીલ કરી હતી.

વિજેતા તથા રનર્સઅપ ટીમને  કલેકટરશ્રી તેમજ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ, ભાવનગર તેમજ  જિલ્લા વિકાસ અધિકારીશ્રી-વ-નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતાં.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા  રમત-ગમત અધિકારીશ્રી સીમાબેન ગાંધી તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી વિશાલ જોશીએ જહેમત ઉઠાવી હતી. આ અવસરે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ડી.આર.પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તથા સ્પર્ધામાં સહભાગી થયેલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/