fbpx
ભાવનગર

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પાલિતાણા ખાતે ‘શિયાળુ રમતોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓના જીવનમાં અભ્યાસની સાથે સાથે ટીમવર્ક, ખેલદિલી અને વિધાયક સ્પર્ધા જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પાલિતાણા ખાતે તા. 06-01-2023 ના રોજ ‘શિયાળુ રમતોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૉલેજના તમામ વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્રિકેટ, ખો-ખો, કબડ્ડી, લીંબુ ચમચી, સંગીત-ખુરશી જેવી વિવિધ રમતો રમી ‘શિયાળુ રમતોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટસ કોમર્સના વિવિધ વિષયો મુજબ કુલ ચાર ટીમો બનાવવામાં આવી હતી. ફાઇનલમાં પહોંચેલી સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વિભાગની ટીમોમાંથી સમાજશાસ્ત્રની ટીમ વિજેતા અને ઇતિહાસની ટીમ રનર્સઅપ રહી હતી. બહેનોએ પણ ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો રમી ઉત્સાહભેર પોતાની ભાગીદારી નોંધાવી હતી. દરેક રમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રમતના અંતે બહેનો સાથે કૉલેજના આચાર્ય ડૉ. સુનીતાબેન નિમાવતે રાસ-ગરબા રમી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને રમતવીરોને આચાર્યશ્રી તેમજ કૉલેજ પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/