fbpx
ભાવનગર

૨૭મી ઓક્ટોબરે લેવાનાર Gujarat High Court-2024 ની પરીક્ષાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું  પ્રસિદ્ધ કર્યું

ભાવનગર શહેરમાં આગામી તા.૨૭/૧૦/૨૦૨૪ ના રોજ Gujarat High Court Recruitment Examination-2024 ની પરીક્ષા લેવાનાર છે.આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ નિર્ભયતાથી,શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ભારતના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) થી  મળેલ અધિકારની રૂઇએ Gujarat High Court Recruitment Examination-2024 ની પરીક્ષા માટે આગામી તા.૨૭/૧૦/૨૦૨૪ ના રોજ આ સાથે નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રો ખાતે નીચે મુજબનાં પ્રતિબંધો ફરમાવ્યાં છે.

(૧) પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ,સ્કેનર તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર.

(૨) પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર.

(૩) પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા કે તેના ઉપયોગ પર.

(૪) પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર.

(૫) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

સદરહું જાહેરનામું ઉક્ત જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને પણ લાગુ પડશે.

જેને પરીક્ષા દરમ્યાન સોંપાયેલી ફરજનાં ભાગરૂપે/ કામગીરી અર્થે જરૂરી હોય અથવા. સક્ષમ કક્ષાએથી એવું ફરમાવેલ હોય તેમને આ જાહેરનામામાં જણાવેલ ક્રમ નં.૩ અને  ૪ ના પ્રતિબંધો લાગુ પડશે નહિ.

સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-રર૩) મુજબ સજા થશે.

જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/