fbpx
ભાવનગર

ઘોઘા તાલુકાના તગડી ગામે “સેવા સેતુ”નો કાર્યક્રમ યોજાયો  

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે “સેવાસેતુ”ના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે ઘોઘા તાલુકાના તગડી ગામે ‘સેવા સેતુ’નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ૧૬ ગામના ૧,૫૫૧ અરજદારોની તમામ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.

 તગડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સેવા સેતુના કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગના સ્ટોલ ઉપલધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં ઘોઘા, અવાણીયા, તગડી, કુડા, માણેકવદર, બાડી, પડવા, કરેડા, નથુગઢ, સાણોદર, મોરચંદ, ભવાનીપરા, છાયા, રાજપરા અને પીરમ ગામના લોકોએ ડીવમીંગ,   આધાર કાર્ડ ધારકોની e-KYC કરવા અંગેની સેવા, નોનક્રિમીલેયર પ્રમાણપત્ર, આધારકાર્ડમાં સુધારા (અપડેશન) કરવાં, રેશનકાર્ડમા નામ દાખલ કરવું, વિધવા સહાય, આરોગ્ય ચકાસણી-ડાયાબીટીસ બીપી સહિતની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે ‘એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

“સેવા સેતુ’ના કેમ્પમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી ચેતનકુમાર પ્રજાપતિ, મામલતદારશ્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી દિલીપકુમાર પંડ્યા,તાલુકા પ્રમુખશ્રી કરણસિંહ સરવૈયા, આગેવાન શ્રી બુધેશભાઈ જાંબુચા, શ્રી અરવિંદભાઈ ડાભી, શ્રી જયેન્દ્ર સિંહ ગોહિલ  સહિત તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/