fbpx
બોલિવૂડ

અભિનેતા ચંદ્રચૂડનો લૂક સાવ બદલાઈ ગયો : લોકો આશ્ચિચકિત થયા

બોલિવૂડમાં ઘણા હીરોએ ૯૦ના દાયકામાં પોતાના અભિનયની સાથે-સાથે સારા દેખાવથી પણ લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ સમય જતાં આ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા. હવે વર્ષો પછી જ્યારે તેઓ જાહેરમાં જાેવા મળે છે તો ચાહકો પણ તેમને જાેઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. બીજી તરફ કેટલાક હીરોને ઓળખી પણ શકાતા નથી. ઘણા કલાકારોના લુકમાં જરાય બદલાવ નથી આવ્યો, પરંતુ એક અભિનેતાના દેખાવથી લઈને શરીર સુધી એટલો બદલાવ આવ્યો કે ચાહકો માટે તેમને એક નજરમાં ઓળખવા મુશ્કેલ બની ગયું. આ અભિનેતા ચંદ્રચુડ સિંહ છે, જેણે જાેશ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કર્યો હતો. ૯૦ના દાયકામાં આવારગી, જાેશ, બેતાબી અને દિલ ક્યા કરે જેવી ફિલ્મોમાં જાેવા મળેલા એક્ટર ચંદ્રચૂડનો લૂક સાવ બદલાઈ ગયો છે. હાલમાં જ ચંદ્રચુડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એક સોશિયલ મીડિયામાં વૂંપલા નામના પેજએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો ફિલ્મ પપેટના પ્રમોશન દરમિયાનનો છે. જ્યાં ચંદ્રચુર સિંહ બ્લુ સૂટમાં દેખાયા હતા. જાેકે આ દરમિયાન ઉંમરની અસર તેના ચહેરા પર પૂરેપૂરી દેખાતી હતી અને તેના વાળ પણ ગ્રે થઈ ગયેલા દેખાતા હતા. પરંતુ ચંદ્રચુડનો આ વીડિયો જાેયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગયા હતા અને તેમની સરખામણી કોંગ્રેસ નેતા શશિ થરૂર સાથે કરી હતી. સોશિયલ મીડિયા પર વર્ષો પછી ચંદ્રચૂડને વધેલા વજન અને સફેદ વાળ સાથે જાેઈને લોકો ખૂબ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘તમારે શશિ થરૂરની બાયોપિકમાં કામ કરવું જાેઈએ’. અન્ય એક યુઝરે લખ્યું, ‘થોડી સેકન્ડ માટે મને લાગ્યું કે આ શશિ થરૂર છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘શશિ થરૂર ૨.૦’. લોકોને ચંદ્રચુડ સિંહમાં શશિ થરૂરની ઝલક જાેવા મળી રહી છે, જે પછી લોકો તેમને તેમની બાયોપિક બનાવવાનું સૂચન કરી રહ્યા છે. ૯૦ના દશકમાં પોતાની સ્માઈલ અને રોમેન્ટિક સ્ટાઈલથી પોતાની ગર્લ ફેન્સમાં નામ બનાવનાર એક્ટર ચંદ્રચુડ સિંહ ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ હતા. તેણે વર્ષો પછી પરત ફરવા માટે ફિલ્મ નહીં, પરંતુ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘આર્યા’ પસંદ કરી હતી. જેમાં સુષ્મિતાની સાથે તેમના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/