fbpx
બોલિવૂડ

‘વિક્રમ વેધા’નું પોસ્ટર થયું રિલીઝ, બંને સ્ટાર્સના અંદાજ જાેઇને ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા

મુંબઈઃ દર્શકો જે ફિલ્મની છેલ્લા ઘણાં સમયથી રાહ જાેઇને બેઠા છે એ ફિલ્મ એટલે કે વિક્રમ વેધા હવે તમને ટૂંક સમયમાં મલ્ટીપ્લેક્સમાં જાેઇ શકશો. આખરે આ મુવીનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. આ મુવીના પોસ્ટરમાં તમે સૈફ અલી ખાન અને હૃતિક રોશનનો અંદાજ કંઇક અલગ જ જાેવા મળી રહ્યો છે. આ પોસ્ટર જાેતાની સાથે જ ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા છે. જાે કે થોડા સમય પછી તમે આ મુવીનું ટ્રેલર જાેઇ શકશો. માનવામાં આવે છે કે, વિક્રમ વેધા મુવીનું ટ્રેલર પણ આટલું જ હટકે હશે. આ ટ્રેલર ૮ સપ્ટેમ્બર એટલે કે ગુરુવારના રોજ રિલીઝ થશે.

પુષ્કર અને ગાયત્રીના નિર્દેશનમાં બનેલી વિક્રમ વેધાનું આ નવું પોસ્ટર દેખાવમાં જાેરદાર લાગી રહ્યું છે. આ પોસ્ટર સોશિયલ મિડીયામાં આગ લગાવી દીધી છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આ પોસ્ટરમાં પહેલી વાર હૃતિક રોશન અને સૈફ અલી ખાન સાથે જાેવા મળી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર જાેતા મુવી એક્શન લાગી રહી છે. ધમાકેદાર એક્શન જાેવા માટે દર્શકો આ મુવીની રાહ જાેઇને બેઠા છે. રિલીઝ થયેલા આ પોસ્ટરમાં હૃતિક રોશને એક બંદુક પકડી છે અને સ્લાઇડિંગ પોઝિશનમાં જાેવા મળી રહ્યો છે જ્યારે સૈફ અલી ખાન શૂટિંગ પોઝિશનમાં કિલર એક્સપ્રેશન્સના મુડમાં દેખાઇ રહ્યા છે.

હૃતિક રોશન અને સૈફ અલી ખાન એક સાથે મુવીમાં હોવાથી લોકો રાહ જાેઇ વિક્રમ વેધા મુવી રિલીઝ થવાની રાહ જાેઇ રહ્યા છે. વિક્રમ વેધાને ગુલશન કુમાર, ટી-સીરીઝ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટે ફ્રાઇડે ફિલ્મવર્ક્‌સ એન્ડ જીયો સ્ટૂડિયો અને રૂર્દ્ગં્‌ સ્ટૂડિયો પ્રોડક્શનના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મ પુષ્કર અને ગાયત્રી દ્રારા નિર્દેશિત કરવામાં આવી છે અને ભૂષણ કુમાર અને એસ શશિકાંત દ્રાર નિર્મિત કરવામાં આવી છે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/