fbpx
બોલિવૂડ

‘લિયો’માં વિજયે સિગરેટ ના છોડી, પણ આવું ડિસ્ક્લેમર મૂકી દીધું

સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયની આગામી ફિલ્મ લિયો રિલીઝ પહેલાં વિવાદમાં સપડાઈ છે. ફિલ્મના ગીત ‘ના રેડી’માં તમાકુને પ્રોત્સાહન આપવા બદલ એક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફિલ્મના પ્રમોશન માટે તેનું ગીત ‘ના રેડી’ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં વિજય મોઢામાં સિગારેટ રાખીને ડાન્સ કરતો જાેવા મળે છે. ગીત જાેયા બાદ અનેક લોકોએ દારૂ અને તમાકુને પ્રોત્સાહન આપવાનો આરોપ વિજય પર લગાવ્યો છે. ચેન્નાઈમાં રહેતા એક આરટીઆઈ એક્ટિવસ્ટે વિજય અને લિયોની ટીમ સામે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ના રેડી ગીતમાં ગુંડાગીરી અને ડ્રગની નશાખોરીને ઉત્તેજન અપાયું હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. લિયોનો વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે,

થોડા દિવસ અગાઉ રાજકીય સભા દરમિયાન વિજયે યુવાનોને નૈતિકતા અને સદગુણો જાળવવા સલાહ આપી હતી. જાે કે ફિલ્મમાં તેઓ ખરાબ આદતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિજયના સમર્થકોની દલીલ છે કે, વિજય માત્ર પડદા પર અભિનય કરે છે. રીઅલ લાઈફમાં તેની સાથે કોઈ લેવા-દેવા નથી. પોલીસ કાર્યવાહી અને વિવાદોની વચ્ચે થલપતિ વિજયે સલામત રસ્તો શોધવા પ્રયાસ કર્યો છે. રિસેન્ટ રિપોર્ટ્‌સ મુજબ, વિજય અને તેની ટીમે પહેલા ગીતની સાથે સ્મોકિંગ ડિસ્ક્લેમર મૂકી દીધું છે. મોઢામાં સિગરેટ રાખીને ડાન્સ કરી રહેલા વિજયને જાેનારા દર્શકોને એક ડિસ્ક્લેમર પણ વાંચવા મળશે. જેમાં તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની ચેતવણી હશે. જાે કે ગીતના શબ્દોમાં દારૂ શબ્દનો ઉપયોગ થયો હોવાથી વિવાદ શાંત થવાની શક્યતા નહીવત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/