fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ના સ્ક્રિનિંગમાં પ્રસિદ્ધ લેખિકા અને સેવામૂર્તિ સુધા મૂર્તિએ હાજરી આપીઆત્મવિશ્વાસનું મહત્ત્વ સમજાવતી ફિલ્મ ધ વેક્સીન વોર : સેવામૂર્તિ સુધા મૂર્તિ

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ના સ્ક્રિનિંગમાં પ્રસિદ્ધ લેખિકા અને સેવામૂર્તિ સુધા મૂર્તિએ હાજરી આપી હતી. તેમણે ફિલ્મ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે, વ્યક્તિની સૌથી મોટી સંપત્તિ તેનો આત્મવિશ્વાસ છે, તેવો મેસેજ આ ફિલ્મથી મળે છે. ‘ધ વેક્સીન વોર’માં કોવિડ-૧૯ના મુકાબલા માટે ભારતીય વિજ્ઞાનીઓએ એફોર્ડેબલ વેક્સીન બનાવવા વેઠેલા સંઘર્ષની સ્ટોરી છે. સત્ય ઘટના આધારિત ફિલ્મ અંગે સુધા મૂર્તિએ આપેલા અભિપ્રાયનો વીડિયો વિવેક અગ્નિહોત્રીએ શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ફિલ્મને હૃદયસ્પર્શી ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે, મહિલાની ભૂમિકાને તેઓ સારી રીતે સમજે છે. કારણ કે તે એક માતા છે, પત્ની છે અને કરિયર પર્સન પણ છે. સુધા મૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે, કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવાનું અઘરું છે. જાે કે કેટલાક લોકો નસીબદાર હોય છે. બાળકો સાચવવાની સાથે કરિયર બનાવવાનું મહિલા માટે સહેલું નથી. તેના માટે ફેમિલી સપોર્ટ જરૂરી છે. તેથી દરેક સફળ મહિલા પાછળ એક સમજદાર પુરુષ હોય છે. તેની મદદ સિવાય મહિલા સફળ થઈ શકે નહીં. ‘ધ વેક્સીન વોર’માં નાના પાટેકર, સપ્તમી ગૌડા, પલ્લવી જાેષી, રાયમા સેન, અનુપમ ખેર લીડ રોલમાં છે. આ ફિલ્મ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના પૂર્વ ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવના પુસ્તક ગોઈંગ વાઈરલઃ મેકિંગ ઓફ વેક્સિન આધારિત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/