fbpx
બોલિવૂડ

બિગ બોસ ૧૭ના ગ્રાન્ડ ફિનાલેની તારીખ આવી સામે

બિગ બોસ ૧૭નો ફિનાલે ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થશે. શોનો છેલ્લો એપિસોડ રવિવારે કલર્સ ચેનલ પર પ્રસારિત થશે. શોનો છેલ્લો એપિસોડ રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થશે. જાે તમે ઓટીટી પર બિગ બોસ ૧૭ ફાઈનલ જાેવા માંગો છો તો, જીયો સિનેમા એપ પર ફિનાલે જાેઈ શકશો. બિગ બોસમાં વિનર સ્પર્ધકને લાખો રુપિયાના ચેકથી નવાજવામાં આવે છે. આ વખતે આ ૩ સ્પર્ધકોના નામ ફાઈનલની રેસમાં છે. બિગ બોસ ૧૭ સીઝન તેના છેલ્લા પડાવ પર આવી ગઈ છે. શોમાં હવે ૭ સ્પર્ધક જાેવા મળી રહ્યા છે. જેમાંથી ૫ સ્પર્ધક ફાઈનલ સુધી પહોંચશે.

ત્યારબાદ આ ૫માંથી કોઈ એક સ્પર્ધક બિગ બોસની ફાઈનલ ટ્રોફી હાથમાં ઉઠાવશે. મોટી પ્રાઈઝ મની પણ જીતશે. બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે ૨૮ જાન્યુઆરીના રોજ છે. આ સાથે જ બિગ બોસ ૧૭ની સીઝન પુરી થશે અને બિગ બોસને તેનો વિજેતા સ્પર્ધક મળી જશે. વિજેતા સ્પર્ધકો પર પૈસાનો વરસાદ થશે. મીડિયા રીપોર્ટ અનુસાર વિજેતા ખેલાડીને ૩૦ થી ૪૦ લાખ રુપિયાનો ચેક આપવામાં આવશે. બિગ બોસ ૧૭ જીતની રેસમાં હાલમાં જાે કોઈ આગળ જાેવા મળી રહ્યું છે તો તે છે અંકિતા લોખંડે, અભિષેક કુમાર અને મુનાવર ફારુકી છે. આ માંથી કોઈ ૨ સ્પર્ધકની વાત કરીએ તો અંકિતા અને મુનાવર ફારુકી બંન્નેમાંથી કોઈ એક સ્પર્ધક ટ્રોફી જીતી શકે છે. શોના ટોચના સ્પર્ધકો વિશે વાત કરીએ તો, આ લિસ્ટમાં અંકિતા લોખંડે, વિકી જૈન, મુનાવર ફારુકી, મન્નારા ચોપરા, ઈશા માલવિયા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/