fbpx
ગુજરાત

રૂપાણી સરકાર સુરતમાં આપશે ૧૦ હજાર રેમડેસિવીર ઈન્જેક્શન

સુરતમાં વઘતા જતા કોરોના કેસ વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. તેથી સુરતમાં હાલ રેમડેસીવીર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલને આપવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતીઓને રેમડેસિવીર ઈન્જેક્શન આપવા રાજ્ય સરકાર મેદાને આવી છે.

સુરતમાં પણ સ્થિતિ વિકટ બની છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવીર ઇન્જેક્શન નહિ મળે, રેમડિસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઓછો છે, જે સિવિલ અને સ્મીમેરના દર્દીઓ માટે રિઝર્વ સ્ટોક છે. જેથી ખાનગી હોસ્પિટલને ઈન્જેક્શન નહિ અપાય. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં ૧૦ હજાર નંગ રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ રેમડીસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગુવાહાટીથી એર લિફ્ટ કરીને સુરત પહોચાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને ૨૫૦૦ રેમડેસિવીર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આમ કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ ૧૨હજાર ૫૦૦ રેમડીસિવિર ઇન્જેક્શન ફાળવ્યા છે

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉપક્રમે ભાજપ કાર્યાલય ઉધના ઉપરથી સવારે ૧૦ઃ૩૦ વાગ્યાથી દર્દીને વ્યક્તિદીઠ એક રેમડેસિવીર (િીદ્બઙ્ઘીજૈદૃૈિ) ઈન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. જેમાં ડોક્ટરના પ્રિસ્કીપશન સાથે લાવવાનું રહેશે. માત્ર ૯ એપ્રિલ તથા ૧૦ એપ્રિલના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન માન્ય રહેશે. કુપન આપી જથ્થા પ્રમાણે ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવશે. કોરોના મહામારીમાં સંક્રમિત પેશન્ટની જરૂરીયાત મુજબ “વિનામૂલ્યે રેમડેસિવીર ઇન્જેક્શન” વિતરણ કરવામાં આવે છે.

ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર કાર્યાલય, ઉધના મેઈન રોડ, ઉધના, સુરત ખાતે રેમડેસિવીર ઈન્જેક્શન મળશે. જેમાં પુરાવા તરીકે પેશન્ટનું આધાર કાર્ડ, ડોક્ટરનું પ્રિસ્ક્રીપશન, ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ લઈને જવું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/