fbpx
ગુજરાત

પ્રત્યક્ષ સુનાવણીની માંગ સાથે એડવોકેટ એસો.ને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું

કોરોના મહામારીને કારણે કોર્ટનું કામકાજ ઓનલાઈન ચાલતુ હતું. કોરોનાની બીજી લહેર બાદ કેસો ઘટતાં ડિસ્ટ્રીક્ટ અને મેટ્રો કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ૧૬ મહિનાથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ છે. હાઈકોર્ટની કામગીરી ઓનલાઈન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થઈ રહી છે. તે ઉપરાંત ગુજરાત હાઈકોર્ટની તમામ કોર્ટોનું જીવંત પ્રસારણ યૂ-ટ્યૂબ પર કરવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હોવાને કારણે એડવોકેટ એસોસિએશને હાઈકોર્ટના ગેટની બહાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એસોસિએશને ફિઝિકલ કોર્ટ શરૂ કરવા માંગ પણ કરી હતી.

હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હોવાથી કેટલાક વકીલોની હાલત વધુ કફોડી બની છે. તેમની પાસે વીડિયો કોન્ફરન્સિંગમાં જાેડાઈ શકે તેવી વ્યવસ્થા પણ નથી. અગાઉ એડવોકેટ એસોસિએશને ચીફ જસ્ટિસ ને પત્ર પણ લખીને રજુઆત કરી હતી. પરંતુ આજે ફરીવાર તેમણે આ બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાઇકોર્ટે એડવોકેટ એસો.ના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું કે અમે અગાઉ હાઈકોર્ટની ફિઝિકલ સુનાવણી શરૂ કરવા અનેક રજુઆત કરી ચુક્યા છે. પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યા આજે આ ધરણાં પ્રદશન કર્યું હતું. અમારી સાથે હાઇકોર્ટના તમામ એડવોકેટની એક જ માંગણી છે કે કોર્ટમાં હવે ફિઝિકલ સુનાવણી શરૂ કરો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/