fbpx
ગુજરાત

વડોદરાના માંજલપુરના યુવકની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી

સાયબર ક્રાઈમ પોલીસે માંજલપુરના યુવકને સોશિયલ મીડીયામાં ચાઈલ્ડ પોર્ન વિડિયો ડાઉનલોડ, શેયર અને અપલોડ કરવા બદલ ધરપકડ કરી છે. યુવકે જુલાઈ ૨૦૨૦માં સોશીયલ મીડીયામાં ચાઈલ્ડ પોર્ન વિડિયો અપલોડ કર્યાં હતાં. સાયબર ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઈ કિરણ દશથરાવના જણાવ્યા અનુસાર, સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત ની ગાંધીનગરની કચેરીમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઈન મળી હતી. આ ટીપલાઈન હેઠળ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની તપાસ કરવાની હોય છે.

૪ ડિસેમ્બરના રોજ ગાંધીનગરથી મળેલી ટીપ લાઈનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની સી.ડી મળી હતી. આ સીડીની તપાસ કરતા કુલ ૩૨ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી ટીપલાઈન હતી.ટીપલાઈનને આધારે તપાસ કરતા માંજલપુરના કુબેરેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા સાગર પ્રફુલ્લભાઈ વાઘોમોડેએ પોતાના સોશીયલ મીડીયા એકાઉન્ટ મારફતે ૧ જુલાઈ ૨૦૨૦ના રોજ બપોરે ૪ઃ૧૧ વાગે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડિયો અપલોડ,ડાઉનલોડ અને શેયર કર્યો હતો. સાયબર ક્રાઈમ બ્રાંચે સાગર વાઘમોડે વિરૂધ્ધ ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ (૨૦૦૮) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જતા તેમાં આલ્બમ નામની એપ્લીકેશન હતી,જેમાં વિડિયોનું ફોલ્ડર હતું. આ ફોલ્ડરને ઓપન કરતા તેમાંથી કુલ ૯૧૪ જેટલા અલગ અલગ પોર્ન વિડિયો મળી આવ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/