fbpx
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટી યુનિસેફ સાથે મળી ડિપ્લોમા – સર્ટિફિકેટ પ્રોગ્રામ લોન્ચ કરશે, એકેડેમિક રાઉન્ડ ટેબલનું પણ કરાયું આયોજન

ગુજરાત યુનિવર્સિટી યુનિસેફ અને ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે બિહેવોરિયલ ઈનસાઈટ અને પબ્લિક પોલિસી માટે ટ્રાન્સડીસિપ્લીનરી લર્નિંગ અને રિસર્ચ ઇકોસિસ્ટમના નિર્માણ પર એકેડેમિક રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલપતિ હિમાંશુ પંડ્યા, સોનલ પંડ્યા સાથે બિહેવિયરલ ઇન્સાઇટ્‌સ ટીમના મેનેજિંગ ડિરેક્ટર ડો. રોરી ગેલેઘર, કોમર્સ, લો, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ અને મેનેજમેન્ટ વિભાગના વડા અને પ્રોફેસરોએ ભાગ લીધો હતો.

સોશિયલ બિહેવિયર ચેન્જ એક્સપર્ટ વિજય શંકર કંથને કોવીડ સમયે ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ઓફ એકસિલેન્સ વિભાગની બાળકો માટેની કામગીરી વિશે વાત કરી હતી. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, સામાજિક બદલાવ લાવવા માટે કેવી રીતે સામાજિક વર્તણૂક પરિવર્તનની પહેલ મહત્ત્વપૂર્ણ છે, તેના પર ભાર મૂક્યો હતો. તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. રોરી ગેલઘર તેમની વાતચીતમાં કોવિડના સમયમાં વિશ્વને જે વર્તણૂકલક્ષી પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેઓ અને તેમની ટીમ રાજ્યમાં બિહેવોરિયલ ચેન્જ સંબંધિત પ્રોજેક્ટ શરૂ કરવા આતુર છે તેવું જણાવ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટી અને ઓર્ગેનાઈઝેશન સાથે મળીને એક પ્રોગ્રામ લોન્ચ કરશે. જેની અંદર ડિપ્લોમા પ્રોગ્રામ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની સૌથી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂશન જેણે વર્લ્ડની અંદર નામના મેળવી છે, જે યુનાઇટેડ નેશન્સ અને યુનિસેફે એન્ડોર્સ કરેલી છે. તે સંસ્થા સાથે મળીને ગુજરાત યુનિવર્સિટી આ કાર્યક્રમને લોન્ચ કરશે. તેને લઈને ઓસ્ટ્રેલીયા ઈન્સ્ટીટયુટના રીપ્રેઝેન્ટેટીવ પણ આજની આ કોન્ફરન્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/