fbpx
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ રન વે પર અથડાયો

છેલ્લા પાંચ દિવસમાં આ બીજી ઘટના,. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત

અમદાવાદ એરપોર્ટ પર આજે ગુરુવારે મોટી દુર્ઘટના ટળી હતી. બેંગ્લોરથી અમદાવાદ આવી રહેલા ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. જાેકે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજી ઘટના છે. તાજેતરમાં કોલકાતાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પણ આવી જ ઘટના બની હતી. ઈન્ડિગોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, બેંગ્લોરથી અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ૬૫૯૫ અમદાવાદમાં ઉતરતી વખતે ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર જ ચકાસણી અને સમારકામ માટે ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું છે. આ બનાવની તપાસ ચાલી રહી છે.

આ અગાઉ, દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર, આવી જ મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઈ ગયો હતો. આ માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ) એ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. એ સમયે જણાવવામાં આવ્યું હતુ કે આ ઘટના ગત રવિવારે એ સમયે બની, જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જાે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે. દિલ્લી એરપોર્ટ પર બનેલ આ ઘટના અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનું કહેવું છે કે, ઈન્ડિગો છ૩૨૧-૨૫૨દ્ગઠ એરક્રાફ્ટ ફ્‌-ૈંસ્ય્ એ કોલકાતાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને લેન્ડિંગ સમયે પાછળનો ભાગ રન વે પર જમીન સાથે અથડાઈ ગયો હતો. જણાવવામાં આવ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન ક્રૂને લાગ્યું કે લેન્ડિંગ દરમિયાન થોડી ગરબડ થઈ છે. આ અંગે ડીજીસીએએ જણાવ્યું કે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટના પાછળનો ભાગ રનવેની સપાટીને સ્પર્શી ગયો અને ફ્લાઈટને નુકસાન થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/