fbpx
ગુજરાત

અમદાવાદનાં નિકોલમાં જવેલર્સ શો રૂમના માલિક પર બે રાઉન્ડ ફાયરીંગલુંટના ઇરાદે આવેલાં ૩ બુકાનીધારી પ્રયાસ નિષ્ફળ જતાં ભાગી છૂટ્યા

રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર અમદાવાદમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેર કોટડામાં નિષ્ફળ લુંટના પ્રયાસ બનાવ સામે આવ્યો છે. બુકાનીધારી લૂંટારૂ એ વેપારી પર ફાયરીંગ કરી લુંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, નિકોલમાં નિલેશભાઈ દલાલ જેમને જવેલર્સનો શો રૂમ છે. નિલેશભાઈ દલાલ ગઈ સાંજે નિત્યક્રમ મુજબ પોતાનો જવેલર્સનો શો રૂમ બંધ કરી પોતાના ઘરે પોતાની કાર લઇને જઈ રહ્યા હતા.

એ સમયે ૩ બોકાનીધારી લૂંટારૂએ નિલેશ ભાઈનો પીછો કરી લુંટના ઇરાદે એક બાદ એક બે ફાયરીંગ કરી લુંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પણ સદનસીબે નિલેશભાઈને એક પણ ગોળી વાગી ન હતી અને નિલેશ ભાઈ ઘટના સ્થળ પરથી પોતાનો જીવ બચાવીને શહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચી જઈને સમગ્ર બનાવની ફરિયાદ નોંધાવી હતી. આ નિષ્ફળ લુંટના પ્રયાસમાં શહેર કોટડા પોલીસે અજાણ્યા ૩ બુકાનીધારી લુંટારૂ વિરુધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે

ત્યારે પોલીસ ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લુંટારૂએ નિલેશભાઈનો પીછો તેમની દુકાન ખાતેથી કર્યો હતો અને નિલેશ ભાઈ ફોન પર વાત કરવા ઊભા રહ્યા તે વખતે રસ્તામાં એ સમયે મોકો જાેઈને ફાયરીંગ કર્યું હતું. શહેર કોટડા પોલીસના હાથે આ ઘટનાના સીસીટીવી લાગ્યા છે જેની તપાસ કર્યા પોલીસને બાઈક નંબર મળી આવ્યો છે. જે બાઇક વસ્ત્રાલમાંથી થોડા દિવસ પહેલા ચોરી થયાનું માલૂમ થયું છે. ત્યારે લુંટના નિષ્ફળ ફાયરને લઇને શહેરની અલગ અલગ એજન્સીઓ સહિતની સ્થાનિક પોલીસ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/