fbpx
ગુજરાત

ગિરસોમનાથમાં જિલ્લા પૂરવઠા અધિકારીની ટીમે ૩૮૦ કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપ્યો

ગરીબોને આપવાનુ અનાજ બારોબાર વેચી મારવાનુ જાણે કાળા બજારીનું મોટુ કૌભાંડ ચાલી રહ્યુ હોય તે પ્રકારે અવારનવાર ગેરકાયદે રીતે અનાજનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ગીરસોમનાથમાંથી ફરી એકવાર અનાજની ગેરકાયદે હેરાફેરી સામે આવી છે. જેતપુર નેશનલ હાઈવે પરથી પ્રાચી તરફથી આવતા ટ્રકમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો છે. જિલ્લા પૂરવઠા અધિકારીની ટીમે ૩૮૦ કટ્ટા મળીને ૧૯,૨૪૦ કિલોનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. ચોખાના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ચોખા રેશનિંગના હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. હાલ વેરાવળ મામલતદાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ પણ કોડિનારમાંથી પણ ગેરકાયદે અનાજ ઝડપાયુ હતુ. ગીરસોમનાથમાંથી અવારનવાર સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાની હેરાફેરી સામે આવતી રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/