fbpx
ગુજરાત

નાફેડ ના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા

દેશની રાજધાનું દિલ્હી ખાતે નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ) ની ચૂંટણી યોજાઇ હતી. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. અગાઉ ૫ ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા પણ બિનહરીફ બન્યા હતા. જે બાદ દિલ્હીમાં નાફેડની ચૂંટણી યોજાયા બાદ હવે જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે. મહત્વનું છે કે, જેઠાભાઈ ભરવાડની નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની ચૂંટણી ૨૧ મેના રોજ દિલ્લીમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાતના બે સહિત કુલ ૨૧ ડિરેક્ટરો માટે મતદાન કર્યું હતું. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું.

ડિરેક્ટરની ચુંટણીમાં જેઠાભાઈની પેનલને બહુમતી મળી હતી. જે બાદમાં જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બની હતી. નોંધનિય છે કે, નાફેડમાં કુલ ૨૧ ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરતા હોય છે. જોકે જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બનતા નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાતમાંથી જેઠા ભરવાડ અને મોહન કુંડારિયા ડિરેક્ટર તરીકે બિનહરીફ થયા હતા. અગાઉ ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/